રસ્તે દોડતું મોત! અમદાવાદમાં BRTSની અડફેટે એક યુવકનું કમકમાટી ભર્યું મોત


અમદાવાદમાં બેફામ દોડતી BRTS બસે વધુ એક વ્યકિતનો ભોગ લીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં CTM વિસ્તારમાં બીઆરટીએસ બસે બાઈકચાલકને અડફેડે લીધો હતો. જેમાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ કમાકમાટી ભર્યું મોત નિપજ્યું છે.
અમદાવાદમાં BRTSની અડફેટે બાઈક ચાલકનું મોત
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા CTM વિસ્તારમાં આજે રવિવારે ભારવી ટાવર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ BRTS બસે બાઈકચાલકને અડફેડે લીધો હતો.જેના કારણે બાઈકચાલક BRTS બસના આગળના ટાયરમાં ફસાઈ ગયો હતો. આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
અકસ્માતની આ ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. અને આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસમાં આગ ,30 થી વધુ લોકો હતા સવાર