મનોરંજન

મહાભારતના શકુની મામાનું નિધન, છેલ્લા 10 દિવસથી તે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા

Text To Speech

મહાભારતમાં ‘શકુની મામા’ની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલા પીઢ અભિનેતા ગૂફી પેન્ટલના મૃત્યુના સમાચારે બધાને અસ્વસ્થ કરી દીધા. ગૂફીનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. ગૂફી પેન્ટલ જે ઘણી વય-સંબંધિત બીમારીઓથી પીડિત હતા, તેમનું આજે સવારે 9 વાગ્યાની આસપાસ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

મહાભારતના શકુની મામાની તબિયત લથડીઃ હોસ્પિટલમાં દાખલ કરાયા > Mumbai Samachar

ગૂફી પેન્ટલ છેલ્લા 10 દિવસથી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો હતો અને હોસ્પિટલના આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી. જો કે બે દિવસથી તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો હતો. અને આવી સ્થિતિમાં તેમના પરિવારજનોને આશા હતી કે તેઓ સ્વસ્થ થઈને ઘરે જશે. પણ આજે તે જીવનની લડાઈ હારી ગયો.

આ પણ વાંચો : 72 હૂરેંનું ટીઝર કરાયું લૉન્ચ, આ ફિલ્મ આતંકી દુનિયાની વાસ્તવિકતા દર્શાવશે

Mahabharat Fame Actor Gufi Paintal Shakuni Mama Admitted In Hospital Due To  Health Issue | Gufi Paintal Health Update: 'મહાભારત'ના 'શકુની મામા'ની બગડી  તબિયત, જાણો કેવી છે હાલત

તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે લગભગ 4 વાગ્યે ઓશિવારા સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે અભિનેત્રી ટીના ઘાઈએ સૌથી પહેલા ગૂફી પેઇન્ટલના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી. ટીના ઘાઈએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, “ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે, તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો…” જે પછી સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રાર્થનાઓ થવા લાગી.ગુફી પેન્ટલે પોતાના કરિયરમાં ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે 1975માં આવેલી ફિલ્મ ‘રફુ ચક્કર’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેણે બીઆર ચોપરાની સીરિયલ ‘મહાભારત’માં શકુની મામાની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

આ પણ વાંચો : લોકપ્રિય કપલની એક જલક, ચાહકોએ કહ્યું- ‘કિસી કી નજર ના લગે’

Back to top button