ટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પુજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન

વારાણસી, 22 જૂન: અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પુજારી આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું 90 વર્ષની વયે અવસાન થયું છે. આચાર્ય લક્ષ્મીકાંતે શનિવારે સવારે 6:45 કલાકે વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા હતા. આચાર્ય લક્ષ્મીકાંતના પાર્થિવ દેહનો મણિકર્ણિકા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આચાર્યના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને તેમના X હેન્ડલ દ્વારા અંજલિ આપતા જણાવ્યું કે, મુર્ધન્ય વિદ્વાન લક્ષ્મીકાન્ત દીક્ષિતના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. દીક્ષિતજી કાશીની વિદ્વત પરંપરાના યશપુરુષ હતા. કાશી વિશ્વનાથ ધામ તથા રા મંદિરના લોકાર્પણ સમયે તેમને મળવાની મને તક મળી હતી.

અયોધ્યા અને કાશીમાં ફેલાઈ શોકની લહેર

શનિવારે સવારે આચાર્ય લક્ષ્મીકાંતના નિધનના સમાચાર મળ્યા બાદ કાશી અને અયોધ્યાના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાન્યુઆરી મહિનામાં લક્ષ્મીકાંત દીક્ષિતે અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના માર્ગદર્શન અને મંત્રોચ્ચાર હેઠળ પૂજા કરવામાં આવી હતી.

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

સીએમ યોગી આદિત્યનાથે આચાર્ય લક્ષ્મીકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે કાશીના વિદ્વાન અને શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારીના નિધનથી ખૂબ જ દુઃખી છું. આચાર્યજીને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિમાં તેમના યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.

 

સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતીએ લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો:

 

લક્ષ્મીકાંતનો પરિવાર ઘણી પેઢીઓથી કાશીમાં જ

આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનો પરિવાર ઘણી પેઢીઓથી કાશીમાં જ રહે છે. લક્ષ્મીકાંત વારાણસીના મીરઘાટ સ્થિત સંગવેદ કોલેજના વરિષ્ઠ શિક્ષક હતા. આ કોલેજની સ્થાપના કાશી રાજાની મદદથી કરવામાં આવી હતી.

યજુર્વેદના ખૂબ સારા વિદ્વાન હતા લક્ષ્મીકાંત દીક્ષિત

સમગ્ર વારાણસીમાં આચાર્યને વેદોમાં ખૂબ જ જાણકાર માનવામાં આવતા હતા. લક્ષ્મીકાંત દીક્ષિતની ગણના યજુર્વેદના સારા વિદ્વાનોમાં થતી હતી. તેઓ હિન્દુ ધર્મમાં કોઈપણ પ્રકારની પૂજા પદ્ધતિ વિશે ખૂબ જ જાણકાર હતા. લક્ષ્મીકાંત દીક્ષિતે વેદ અને ધાર્મિક વિધિઓની દીક્ષા તેમના કાકા ગણેશ દીક્ષિત પાસેથી લીધી હતી.

આ પણ વાંચો: જ્ઞાનવાપીમાં સર્વેનો ચુકાદો આપનાર જજે સુરક્ષા વધારવાની માગણી કરી

Back to top button