ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

સુરત: ગટર સાફ કરતાં શ્વાસ રૂંધાવાથી 4 સફાઈ કર્મીઓનાં દર્દનાક મૃત્યુ

Text To Speech
  • ઝેરી ગેસના કારણે ચારેય મજૂરો મૃત્યુ પામ્યા
  • નિયમિત સાફ-સફાઈ કરતાં આ ઘટના બની
  • ફેક્ટરીનું મેનેજમેન્ટ હાલમાં તપાસ હેઠળ

સુરત: પલસાણા વિસ્તારમાં 14 નવેમ્બરે ગટરમાં સફાઈ માટે ઉતરતા બિહારનાં ચાર સફાઈ કર્મીનાં ગૂંગળામણનાં કારણે મૃત્યુ થયાં છે. પલસાણા-કટોદરા રોડ પર આવેલી ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગટર સાફ કરતી વખતે બે સફાઈ કર્મી બેભાન થઈ ગયા હતા. આ બંનેને બચાવવાના પ્રયાસમાં અન્ય બે પણ બેભાન થઈને ઢળી પડ્યા હતા. પ્રાથમિક તપાસ કરતાં માલૂમ પડ્યું કે, સફાઈ કર્મીઓને ભૂગર્ભ ગટરની અંદર ઊતરતાં જ ઝેરી ગેસની અસર થઈ હતી.  જોકે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે ડૉકટરે તમામ ચાર સફાઈ કર્મીઓને મૃત જાહેર કર્યા હતા.

ચારેય સફાઈ કર્મી બિહારના રહેવાસી

બારડોલી વિભાગના DSP એચએલ રાઠોડે સમગ્ર બનાવની જાણકારી આપતાં કહ્યું કે, આ ચારેચ સફાઈ કર્મી બિહારના હતા. તેઓ સુરતના કમલેશ્વર ગામમાં પલસાણા-કટોદરા રોડ પર આવેલી ડાઇંગ ફેક્ટરીમાં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના મંગળવારે સાંજે બની હતી, પરંતુ બુધવારે સવારે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ચારેય સફાઈ કર્મી ફેક્ટરી પરિસરમાં આવેલી કોલોનીમાં રહેતા હતા. તેઓ ફેક્ટરીમાં ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ કરવા માટે ઉતર્યા હતા ત્યારે તેમાંથી બે બેભાન થઈ ગયા ગતા. તેમના બે સાથીઓ બચાવવાના પ્રયાસમાં નાળામાં ઉતર્યા હતા. જોકે, કમનસીબે તેમણે પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

ઘટનાની તપાસ શરૂ કરાઈ

અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરીનું મેનેજમેન્ટ હાલમાં તપાસ હેઠળ છે અને ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. પલસાણા પોલીસ સ્ટેશનની દેખરેખ હેઠળની તપાસમાં મજૂરોને પૂરા પાડવામાં આવેલા સલામતીનાં પગલાંની તપાસનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભાવનગરનાં મૃત્યુ પામેલા બે સફાઈ કર્મીઓના પરિવારને 30 લાખનું વળતર ચૂકવોઃ કોંગ્રેસની માંગ

Back to top button