વાત વાતમાં મોત ! મોપેડ પર બેસી પિતા સાથે ફોન પર વાત કરતા આવ્યો હાર્ટ એટેક


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ચિંતાનો વિષય એ છે કે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોને અચાનક હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના દમણમાં સામે આવી છે. જેમાં એક હોટલ સંચાલકને મોપેડ પર બેઠા બેઠા જ હાર્ટ એટેક આવે છે. અને તે ઢળી પડે છે.
રાજ્યમાં હાર્ટ એટેકની વધુ એક ઘટના, દમણમાં સ્કુટર પર બેઠા બેઠા આવ્યો એટેક#HeartAttack #daman #heartattack2023 #gujaratupdated #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/zknHAiE94v
— Hum Dekhenge News (@humdekhengenews) March 23, 2023
દમણમાં હોટલ માલિકને આવ્યો હાર્ટ એટેક
પ્રાપ્ત જાણકારી મુજબ દમણના દેવકા તાઇવાડમાં રહેતા અને હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા દિપક ભંડારી નામના 52 વર્ષીય આધેડ વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.ગઈકાલે સવારે 10થી 10:30ના સુમારે તેમની જ હોટેલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને ફોન પર તેમના પિતા સાથે વાત કરી રહ્યા હતા.ત્યારે અચાનક જ તેઓને હાર્ટ એટેક આવ્યો હતો.અને તેઓ સ્કુટર પરથી નીચે ઢળી પડ્યા હતા. જેથી ત્યા હાજર સ્ટાફ તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા ફરજ પર હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યો હતો.આ સમગ્ર ઘટનાના સીસીટાવી ફૂટેજ હાલ સામે આવ્યા છે.
આ પણ વાંચો : વલસાડ : ઉમરગામના માંડાની કંપનીમાં ભીષણ આગ,10 જેટલા ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે