ટ્રેન્ડિંગવર્લ્ડ

મૃત્યુએ ના છોડ્યો પીછો! અકસ્માત પછી 8 મહિના સુધી રહ્યો કોમામાં, સાજો થયો તો ફરી બન્યો બનાવ

Text To Speech
  • અમેરિકાના ફ્લોરિડામાં એક વ્યક્તિ સાથે બની વિચિત્ર ઘટના
  • અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલો યુવક 8 મહિલાન સુધી રહ્યો કોમામાં અને પછી થયો ચમત્કારિક રીતે સાજો
  • સાજો થયા પછી ફરી થયો બીજા અકસ્માત અને ગુમાવ્યો જીવ

ફ્લોરિડા, 29 જુલાઈ: ભાગ્યમાં જે લખેલું હોય તે ટાળી શકાતું નથી. એવું કહેવાય છે કે ભગવાને મૃત્યુનો સમય અને રીત પહેલેથી જ નક્કી કરી લીધી છે. ઘણી વખત આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે જે કોઈ ચમત્કારથી ઓછી નથી લાગતી. અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 30 વર્ષના ડ્રિયૂ કોહેનનો અકસ્માત થયો હતો. તે મોટરસાયકલ પર મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે પીકઅપ સાથે ખરાબ રીતે અથડાયો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને એટલી ઈજા થઈ હતી કે ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી. જો કે, કોહેનની માતાને વિશ્વાસ હતો, તેમનું કહેવું હતું કે તે ચોક્કસપણે એક દિવસ સ્વસ્થ થઈ જશે.

એક દિવસ થયો ચમત્કાર

કોહેનની માતા કહે છે કે તેમને વિશ્વાસ હતો કે તેમનો પુત્ર એક દિવસ સાજો થઈ જ જશે. ડોકટરોએ કહ્યું હતું કે કોહેન બ્રેઈન ડેડ થઈ ગયો હતો અને હવે તેના બચવાની શક્યતા ઘણી ઓછી છે. આ પછી કોહેનને તેની માતા ઘરે લઈ આવી હતી. એક દિવસ અચાનક એક ચમત્કાર થયો. કોહેને આંખો ખોલીને કહ્યું, ‘મમ્મી, હું ઠીક છું.’ આ પછી, કોહેનની હાલતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો અને તેણે ફરીથી ચાલવાનું શરૂ કર્યું હતું.

મૃત્યુએ કર્યો પીછો!

કોહેનનો જીવ તો બચી ગયો પણ હજી મૃત્યુ તેનો પીછો કરી રહ્યું હતું તે કોઈ જાણતું ન હતું. શુક્રવારે, કોહેન રસ્તા પર ચાલવા માટે બહાર ગયો હતો ત્યારે તેને ફરીથી એક પીકઅપ ટ્રકે ટક્કર મારી, ટક્કર માર્યા પછી ડ્રાઈવરે 911 પર ફોન કર્યો પણ થોડુ મોડું થતા કોહેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. પુત્રના મૃત્યુથી દુઃખી થયેલી માતાએ કહ્યું, હું ફક્ત ભગવાનનો આભાર માનું છું કે તેણે અમને અમારા પુત્ર સાથે થોડો વધુ સમય વિતાવવાનો સમય આપ્યો. નહીંતર અગાઉના અકસ્માતમાં જ તેનું મૃત્યુ થયું હોત. તેમણે કહ્યું, ‘હવે મારો પુત્ર સ્વર્ગમાં ગયો છે અને અમને કોઈ દુઃખ નથી.’

આ પણ વાંચો: USમાં ગોળીબારની ઘટનાઓ યથાવત, ન્યૂયોર્કના પાર્કમાં ફાયરિંગને કારણે 1નું મૃત્યુ; 6 ઘાયલ

Back to top button