ડીસામાં કાતિલ ઠંડીનું મોજુ : સફેદ ચાદર પથરાઈ, સીઝનનું સૌથી નીચું તાપમાન
પાલનપુર : ઉત્તર ભારતમાં ભારે વરસાદના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ ભારે ઠંડીનો લોકોએ અહેસાસ કર્યો હતો. જેને લઈને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ડીસામાં એક જ રાતમાં લઘુતમ તાપમાન નો પારો સાડા ત્રણ ડિગ્રી ગગડી ગયો હતો અને ઠંડીની સિઝનનું સૌથી નીચું 6.9 ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું છે. જેને લઇને શહેરીજનો ઠુંઠવાઈ ગયા હતા.
ડીસામાં કાતિલ ઠંડીનું મોજુ ,તાપમાન 6.9 નોંધાયું, સીઝનનું સૌથી નીચું તાપમાન#deesa #WINTER #WinterStorm #winterseason #TEMPERATURE #temperaturedown #Weather #WeatherUpdate #WeatherReport #Weathernews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/FcJESIHcTn
— Hum Dekhenge News (@humdekhengenews) January 5, 2023
આ પણ વાંચો : દેશમાં ઠંડીનો પ્રકોપ યથાવત, જીવલેણ ઠંડીથી ત્રણના મોત
જ્યારે ડીસા થી પાંચ કિલોમીટર દૂર આવેલ કાંટ ગામમાં પાર્ક કરાયેલા વાહનો ઉપર પણ બરફ જામી ગયાના દ્રશ્ય સામે આવ્યા છે. અહીંયા ઘર બહાર પડેલા વાહનો તેમજ પાણી ભરેલા વાસણોમાં પણ બરફની પરત જામતા લોકોએ ઠંડીની મજા પણ માણી હતી, અને કાશ્મીરની ઠંડક જેવો અનુભવ કર્યો હતો. ડીસામાં હાડ થીજાવતી ઠંડીથી બચવા લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની મુનાસીબ માન્યું હતું.
માઉન્ટ આબુમાં માઇનસ છ ડીગ્રી તાપમાન નોંધાયુ#mountabu #WinterStorm #WINTER #winterseason #WeatherUpdate #WeatherReport #ColdWave #mountabuweather #weathertoday #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/3xgsFsL8n4
— Hum Dekhenge News (@humdekhengenews) January 5, 2023
માઉન્ટ આબુમાં માઇનસ છ ડીગ્રી તાપમાન
જ્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનનું પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ પણ ઠંડીમાંથીજી ગયું છે. અહીંના તાપમાનમાં જબરજસ્ત છ ડિગ્રી તાપમાનનો પારો ગગડી ગયો છે. જેને લઇને લઘુત્તમ તાપમાનનો પારો માઇનસ છ ડીગ્રી એ પહોંચ્યો હતો. અહિના અનેક સ્થળોએ બરફ જામી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.
જેમાં નાળામાં વહેતું પાણી, પાર્ક કરાયેલા વાહનોની છત ઉપર પણ બરફ જામી ગયેલો નજરે પડતો હતો. જ્યારે નખ્ખી તળાવમાં બોટિંગ માટેની નાવ ઉપર પણ બરફની પરતો જામી ગઈ હતી. અહીંના ઘાસવાળા મેદાની વિસ્તારોમાં પણ બરફ જામેલો જોવા મળતો હતો. કડકડતી ઠંડક ને લઈને લોકોના સામાન્ય જનજીવન ઉપર અસર પડી હતી. ઠંડીથી બચવા લોકોએ તાપણાં સહિતનો સહારો લેતા જોવા મળી રહ્યા હતા.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : આજે મહિલા દિન નિમિત્તે જાણો પ્રમુખ સ્વામી દ્વારા મહિલા સશક્તિકરણના ઉમદા કાર્યો