ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. ગત રાત્રિએ નલિયામાં 8.1 ડિગ્રી સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટ- ભૂજમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો : જિલ્લાઓના પ્રભારી તરીકે રાજ્ય સરકારના મંત્રીઓને સોંપાઈ જવાબદારી, જાણો કયા મંત્રીને મળ્યો કયો જિલ્લો
અમદાવાદમાં 12.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જ્યારે દિવસનું મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ અમદાવાદમાં 13 થી 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓ મુજબ અમદાવાદમાં આગામી દિવસો 4 થી 6 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જઇ શકે છે.
ગત રાત્રિએ નલિયા ઉપરાંત રાજકોટ, ભૂજ, પાટણ, ડીસા, ગાંધીનગર, પોરબંદરમાં તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ કાતિલ ઠંડીની ઝપેટમાં છે. આગામી 3-4 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ રહેશે . ‘
આ પણ વાંચો : Birthday Special : જાણો ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાની શૂન્યથી શિખર સુધીની સફર
ગુજરાત રાજ્યના વિવિધ રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહયું છે. ત્યારે નલિયા 8.1 ડિગ્રી, રાજકોટ 10.0 ડિગ્રી, ભૂજ 10.0ડિગ્રી, પાટણ 10.4 ડિગ્રી, ડીસા 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર 11.4 ડિગ્રી, પોરબંદર 11.6 ડિગ્રી, અમદાવાદ 12.9 ડિગ્રી, કંડલા 13.3 ડિગ્રી, ભાવનગર 13.7 ડિગ્રી, સુરત 14.6 ડિગ્રી અને વડોદરા 15.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.