ગુજરાતના હાઈ પ્રોફાઇલ હત્યા કેસ અમિત જેઠવાના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી ઉપર માંડવી નજીક કર્મા આવેલા અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ધર્મેન્દ્રગીરીને બેભાન હાલતમાં ઊનથી જુનાગઢ રિફર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાણી એલિઝાબેથ II ની હત્યાનું ષડયંત્ર રચનાર બ્રિટિશ શીખ જસવંતસિંહ ચૈલે ગુનો કબૂલ કર્યો
ધર્મેન્દ્રગીરી સાથે આવેલા તેમના આરટીઆઇ એક્ટિવિસ્ટ મિત્ર મહેશ મકવાણાએ જણાવ્યું હતું કે અમિત જેઠવાએ પર્યાવરણ સંરક્ષણ માટે જે મુહિમ ચાલુ કરી હતી, જેમાં તેની હાઇકોર્ટની બહાર ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી તે કેસના મુખ્ય તાજણો સાક્ષી ધર્મેન્દ્રગીરી હતો અને તેને હોસ્ટાઇલ કરવા માટે તેના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું જે અપહરણમાં દીગઉ બોઘા સોલંકી અને શિવ સોલંકી હોય તેની સામે ફરિયાદ દાખલ કરવા ધર્મેન્દ્રગીરીએ સીબીઆઇ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન વૈશ્વિક નેતાઓમાં ટોચ ઉપર, બિડેન અને સુનકને પણ પાછળ છોડ્યા
સીબીઆઇ કોર્ટે આ કેસ ઉના પોલીસ મથકમાં દાખલ કરવા આદેશ કર્યો હોવા છતાં આજદિન સુધી પોલીસે ગુન્હો દાખલ ન કરતાં ધર્મેન્દ્રગીરીએ આ કેસ સીબીઆઇ કોર્ટમાં દાખલ કરવા માટે અને ટ્રાન્સફર કરવા માટે પિટિશન કરી હતી, જે મુદ્દે સીબીઆઇ કોર્ટમાં સુનાવણીની તારીખ હતી તે જ દિવસે આજે ધર્મેન્દ્રગીરી પર કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ લોખંડના હથિયારો વડે જીવલેણ હુમલો કરો હતો. આ હુમલો કેસને લઈને થયો હોવાનું લાગી રહ્યું છે, જેથી તાત્કાલિક અસરથી ઉના પી.આઈ. ને સસ્પેન્ડ કરીને હુમલાખોરો સામે પગલાં લેવા અને ધર્મેન્દ્રગીરીને પોલીસ રક્ષણ આપવાની માંગ કરાઇ છે.