ગોધરા ACB કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાનું રહસ્ય અકબંધ
- પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મૃતદેહ મળી આવ્યો
- પોલીસકર્મીના મોતને લઈને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી
- હત્યા કે આત્મહત્યા મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે
ગોધરા ACB કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો મૃતદેહ મળ્યો છે. જેમાં પોલીસકર્મીનો પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે. તેથી પોલીસકર્મીની હત્યા થઇ કે આત્મહત્યા કરી છે તેનું રહસ્ય અકબંધ છે, ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસકર્મીના મોતને લઈને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી
બોરીયા ગામના વતની અને એસીબીમાં ફરજ બજાવતા 47 વર્ષીય આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કિશન ભુરીયાનો મૃતદેહ પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસના કમ્પાઉન્ડમાંથી મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસ પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક માહિતી પ્રમાણે, પોલીસકર્મીએ પાવર હાઉસ પાસેથી કૂદીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસકર્મીના મોતને લઈને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી.
આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે
મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લા એસીબી શાખામાં હેઠળ ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કિશનભાઈ રણછોડભાઈ ભુરીયા રવિવારના રોજ તેમના મોટા ભાઈના ઘરેથી વહેલી સવારના 6 વાગ્યાના અરશામાં ગોધરા નોકરીએ જવાનું કહી નીકળ્યા હતા, ત્યારબાદ કોઠા ગામ પાસે પાનમ ડેમ નજીક આવેલા જી.ઈ.બી. પાવર હાઉસના કમ્પાઉન્ડમાં કિશનભાઈ ભુરિયા પડી ગયા હોવાનું જાણવા મળતાં, કિશનભાઈના મોટાભાઈ કનુભાઈ ભુરિયાને સગાસંબંધીઓ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાવર હાઉસના કમ્પાઉન્ડમાં કિશન ભુરીયા દીવાલની જોડે મૃત હાલતમાં જોવા મળ્યા હતા. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત ઈ-મેમો ઈસ્યુ કરવાના ક્રમમાં દેશમાં ચોથા નંબરે, જાણો કેટલા વાહનચાલકો દંડાયા