બંગાળમાં ત્રણ દિવસથી લાપતા ભાજપના કાર્યકરનો મૃતદેહ મળ્યો, મમતાનો પક્ષ શંકાના ઘેરામાં
- બંગાળમાં ભાજપના ગુમ થયેલા કાર્યકર્તાનો મળી આવ્યો મૃતદેહ
- મૃતક કાર્યકર્તાની માતાએ ટીએમસીના લોકો પર લગાવ્યો આરોપ
- લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપ કાર્યકર્તાનો મૃતદેહ મળી આવતા બંગાળનું રાજકારણ ગરમાયું છે
પશ્ચિમ બંગાળ, 26 એપ્રિલ: પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકરની લાશ મળી આવી હતી. મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોની દુ:ખદ હાલત છે. બીજેપી કાર્યકરની લાશ પાંદડાના ખેતરમાંથી મળી આવી હતી. તે જ સમયે, પરિવારના સભ્યોએ ટીએમસીના સભ્યો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે ટીએમસીના સભ્યોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તે જ સમય દરમિયાન, ભાજપનો કાર્યકર્તા ગયા બુધવારથી ગુમ હતો, જેની ઘણી શોધખોળ પણ કરવામાં આવી હતી, પરંતુ તેની ક્યાંયથી પણ જાણ મળી નહોતી. આજ રોજ શુક્રવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
સોપારીના ખેતરમાંથી મળી આવ્યો મૃતદેહ
પોલીસે જણાવ્યા પ્રમાણે, દીનબંધુ મિદ્યા જિલ્લાના માયના વિસ્તારના ગોરામહેલ ગામમાં એક સોપારીના ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મિદ્યાના પરિવારનો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ દ્વારા તેનું “અપહરણ અને હત્યા” કરવામાં આવી હતી. જો કે રાજ્યના શાસક પક્ષે આ આરોપને ફગાવી દીધો છે. મિદ્યાની માતા હિના રાનીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને તપાસ કરવાની વિનંતી કરીને આરોપ લગાવ્યો કે, “મારો પુત્ર બુધવારથી ગુમ હતો. ટીએમસીના કેટલાક સભ્યો દ્વારા અમને છેલ્લા કેટલાક સમયથી ધમકીઓ આપવામાં આવી રહી હતી. મને પુરો વિશ્વાસ છે કે મારા પુત્રની હત્યા તે લોકોએ જ કરી છે.”
ફોન લોકેશનના આધારે મૃતદેહ સુધી પહોંચાયું
આ મુદ્દે પોલીસે જણાવ્યું કે ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે મિદ્યાની શોધખોલ શરૂ કરી હતી અને તેના મોબાઈલ ફોન લોકેશનની મદદથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે હત્યાના આરોપ પર પ્રતિક્રિયા આપતા ટીએમસીના ધારાસભ્ય નસીરુદ્દીન અહેમદે કહ્યું કે “ભાજપનું વલણ દરેક બાબત માટે ટીએમસીને જવાબદાર ઠેરવવાનું છે. તેઓ મૃત્યુનું કારણ જાણતા પહેલા અમને જવાબદાર ઠેરવે છે. તે મૂર્ખતાપૂર્ણ છે.”
આ પણ વાંચો: BJP માટે મત માંગનાર બંગાળ કોંગ્રેસ મહાસચિવ 6 વર્ષ માટે સસ્પેન્ડ