હોટલમાંથી મળી બ્યૂટીશિયનની લાશ, રેલવે ટ્રેકથી મળ્યો બોય ફ્રેન્ડનો મૃતદેહ
નવી દિલ્હી, તા.23 ડિસેમ્બર, 2024: દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોટલના રૂમમાંથી એક બ્યૂટીશિયનની લાશ મળી હતી. તેના ગણતરીના કલાકમાં જ તેના બોય ફ્રેન્ડનો મૃતદેહ રેલવે ટ્રેકથી મળ્યો હતો. જેનાથી લોકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે.
દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારની એક હોટલના રૂમમાંથી 28 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ મહિલા બ્યૂટીશિયન હતી. જ્યારે તેના બોય ફ્રેન્ડનો મૃતદેહ ગુરુગ્રામના રેલવે ટ્રેક પરથી મળ્યો હતો. યુવતીની હત્યા કર્યા બોય ફ્રેન્ડે આ પગલું ભર્યુ હશે તેવી અટકળો થઈ રહી છે.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ઘટનાનું કારણ શોધવાની કોશિશ કરી રહી છે. પ્રારંભિક તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે બંને એક સાથે હોટલમાં આવ્યા હતા. પરંતુ તેનો બોયફ્રેન્ડ એકલો જ હોટલની બહાર ગયો હત. જે બાદ બ્યૂટીશિયનની લાશ હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી હતી. જ્યારે સુરેન્દ્ર સિંહની લાશ 15 ડિસેમ્બરે સાંજે રેલવે ટ્રેક પરથી મળી હતી.
પોલીસ મુજબ, 14 ડિસેમ્બરે જોધપુરના રહેવાસી સુરેન્દ્ર સિંહે હોટલનો રૂમ બુક કરાવ્યો હતો. સુરેન્દ્ર અને તેની ગર્લફ્રેન્ડે હોટલમાં ચેક ઈન કર્યું હતું પરંતુ સુરેન્દ્ર એકલો જ હોટલની બહાર જતો રહ્યો હતો. બે દિવસ સુધી હોટલનો રૂમ ન ખૂલતાં કર્મચારીઓને શંકા પડતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને રૂમનો દરવાજો ખોલ્યો હતો.
રૂમ ખુલતાં જ કાજલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. કયા કારણે મોત થયું તે જાણવા મળ્યું નથી. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કાજલ મંગોલપુરીના આર બ્લોકમાં રહેતી હતી, બે વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. હાલ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ પરિવાર સાથે માણ્યો છોલે-ભટૂરેનો સ્વાદ, જૂઓ તસવીરો