AAPની માન્યતા રદ કરવાની કેમ ઉઠી માંગ, કેજરીવાલ પર શું છે આરોપો, જાણો સમગ્ર વિગત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ 56 ભૂતપૂર્વ અમલદારોએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. આ ફરિયાદ પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સમાં કરેલી વાતોને લઈને કરવામાં આવી છે. ભૂતપૂર્વ અમલદારોએ કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને AAPની માન્યતા રદ કરવાની માંગ કરી છે.
કેજરીવાલે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં રાજ્યના ઘણા કર્મચારીઓને પાર્ટી માટે કામ કરવાની અપીલ કરી હતી. પોલીસકર્મીઓ, આંગણવાડી કાર્યકરો અને રાજ્ય પરિવહનના ડ્રાઇવરો અને કંડક્ટરોને પાર્ટી માટે પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું હતું. કેજરીવાલે કહ્યું, “દરેક બસના ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરોને કહેવું પડશે કે આ વખતે ઝાડુંનું બટન દબાવવું પડશે. હું તમને ખાતરી આપું છું કે અમે તમારી બધી માંગણીઓ એક મહિનામાં પૂરી કરીશું. કેજરીવાલે પોલીસ કર્મીઓને કહ્યું હું તમારી ગ્રેડ પે પૂરી કરવામાં નથી આવી. ફક્ત ભથ્થું વધારવામાં આવ્યું છે. જે માટે સરકારે એફિડેવિટ ભરવાનું કહ્યું છે. વધુમાં કેજરીવાલે કહ્યું હું બધા જ પોલીસ કર્મીઓને કહેવા માંગું છું કોઈ પણ ના પર સહી ના કરે. અંદર ખાને જ તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો છો, કરતા રહો, જોરશોરથી પ્રચાર કરો
ભૂતપૂર્વ અમલદારોને કેમ ખોટું લાગ્યું?
હવે અરવિંદ કેજરીવાલના આ નિવેદનને ટાંકીને જ 57 નિવૃત અધિકારીઓ અને રાજદ્વારીઓ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં પૂર્વ અધિકારીઓએ કહ્યું છે કે, “આમ આદમી પાર્ટી દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થયો છે તેની સાથે અમે સહમત નથી. અમે માનીયે છીએ કે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સંસદમાં બનાવાયેલ કાયદાઓ અને યોજનાઓના અમલ માટે જનતાના સેવક તરીકે કામ કરે છે.”