DD ગિરનારનો નવો કાર્યક્રમ “કંઠ કસુંબલ” લોકગાયકોને પ્લેટફોર્મ પુરુ પાડશે
અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનારનો નવો કાર્યક્રમ કંઠ કસુંબલ 21 ડિસેમ્બર 2023થી દર ગુરુવાર અને શુક્રવારે સાંજે 7.30 થી 8.30 વાગ્યે ડીડી ગિરનાર અને ડીડી ગિરનાર ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે. આ કાર્યક્રમ કુલ 24 એપિસોડમાં જોવા મળશે. સેલીબ્રીટીના પ્રોમો અને ડીડી ગિરનારના સોશિયલ મીડિયા પર સતત પ્રચાર કરી ગુજરાતના ખુણે ખુણેથી સ્પર્ધકોને આમંત્રિત કર્યા છે.
કંઠ કસુંબલમાં લોકગીત, દુહા, છંદ, ભજન, ભક્તિગીત, લગ્નગીત, છપાકરા, પ્રભાતિયા, નરસિંહ મહેતા, મીરાંબાઈ, પાનબાઈ, કાગબાપુ, નારાયણ સ્વામી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને ગુજરાતના ભાતીગળ વિવિધ લોકગીતો, વોટ્સએપ વિડિયો અને ગુગલ લીંક પર મોકલી સેંકડો સ્પર્ધકો દ્વારા નોંધણી કરાવામાં આવી છે. નિષ્ણાત સંગીતજ્ઞ અને નિષ્પક્ષ એવા નિર્ણાયકો દ્વારા પસંદગી પામેલા ૪૦ સ્પર્ધકો ઉપરાંત વેઇટીંગ લીસ્ટના સ્પર્ધકો વચ્ચે શરુ થશે પ્રાયમરી રાઉન્ડ જેમાં દિપેશ દેસાઈ અને કમલેશ વૈધ જેવા ગુજરાતી ફિલ્મના સંગીતકાર, લોક સંગીત, સુગમ સંગીતનાં દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો કરનાર જજ ઉપસ્થિત રેહશે.
જૂઓ વિડીયો :
કુલ 24 એપિસોડમાં જોવા મળશે કાર્યક્રમ
કંઠ કસુંબલની વિશેષતા એ છે કે, તેના દરેક એપિસોડમાં સેલિબ્રિટી ગેસ્ટ ઉપસ્થિત રેહશે જેમ કે, અરવિંદ વેગડા, જીગર ઠાકોર, હરિ ભરવાડ, વિનય નાયક, ભીખુદાન ગઢવી, નિતીન બારોટ, બિહારીદાન હેમુભાઈ ગઢવી, યશ બારોટ એવા આઠ સેલિબ્રીટી ગેસ્ટની ઉપસ્થિતિમાં આઠ એપિસોડનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું છે. કંઠ કસુંબલના પ્રત્યેક એપિસોડમાં સેલિબ્રિટી ગેસ્ટનું પરફોમન્સ, ચાર ચાંદ લગાવે તે રીતે પ્રસ્તુત કરવામાં આવશે. આ આઠ એપિસોડમાં પ્રત્યેક એપિસોડમાં ૫ સ્પર્ધકની પસંદગી કરવામાં આવશે, આમ ૪૦ સ્પર્ધકોમાંથી કુલ ૨૦ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ 20માંથી ૧૦ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવશે.
ફર્સ્ટ રાઉન્ડ બાદ ૧૦ સ્પર્ધકો વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા બાદ શ્રેષ્ઠ પની પસંદગી કરવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલેમાં બે રાઉન્ડ બાદ ટોપ 3 સ્પર્ધક એટલે ફર્સ્ટ, સેકન્ડ, તેમને ફિલ્મી કલાકારો, સંગીતકારો, નિર્માતા, દિગ્દર્શકના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે અને આમ ભવ્યાતિભવ્ય સમારોહના અંતે કંઠ કસુંબલનું સમાપન થશે.
આ પણ વાંચો:આ 13 OTT એપ્સ 1 મહિના માટે જુઓ મફતમાં