ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘દીકરીઓ ત્યાં સુધી શ્રદ્ધાની જેમ મરતી રહેશે…’ DCWના અધ્યક્ષે દેશની વ્યવસ્થાને ગણાવી ખોખલી

Text To Speech

દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલે શ્રદ્ધા મર્ડર કેસને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો છે કે 2020માં શ્રદ્ધાએ કરેલી ફરિયાદને કેમ ક્લોઝ કરવામાં આવી ? આ બાબતે આગળ કેમ કોઈ કાર્યવાહી ન થઈ? માલીવાલે કહ્યું કે જ્યાં સુધી આ દેશની વ્યવસ્થા આટલી ખોખલી રહેશે ત્યાં સુધી દીકરીઓ આમ જ મરતી રહેશે.

23 નવેમ્બર 2020ના રોજ શ્રદ્ધાએ આફતાબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં તેણે જણાવ્યું કે કેવી રીતે આફતાબે તેને ધમકી આપી હતી કે તે તેનું ગળું દબાવીને તેના ટુકડા કરી દેશે. તે દિવસે આફતાબે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘આફતાબ પૂનાવાલા મને ગાળો આપે છે અને માર મારે છે. આજે તેણે મારું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તે મને ડરાવે પણ છે. છેલ્લા 6-7 મહિનાથી તે મને મારતો હતો.”

Shraddha Complaint Letter

ફરિયાદ પર કેમ કોઈ કાર્યવાહી ન થઈ?

આ ફરિયાદ પર હવે સવાલો ઉઠી રહ્યા છે કે આ ફરિયાદ કેમ ક્લોઝ કરવામાં આવી. 2020ની આ ફરિયાદનો લેટર સામે આવ્યા બાદ મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે મહારાષ્ટ્ર પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમણે પત્ર જોયો અને શ્રદ્ધાએ તેમાં ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તે સમયે પોલીસે કેમ કોઈ કાર્યવાહી કરી ન હતી તેની તપાસ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર પોલીસ તપાસ કરી રહી છે

મહારાષ્ટ્ર પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. શ્રદ્ધાના કહેવા પર જ કેસ બંધ કરવામાં આવ્યો હતો. મીરા ભાયંદર-વસાઈ વિરાર (MBVV) કમિશનરેટના DCP સુહાસ બાવચેએ જણાવ્યું હતું કે શ્રદ્ધાએ તેના લેખિત નિવેદનમાં કહ્યું હતું કે “તે અને આફતાબ પૂનાવાલા વચ્ચેનો વિવાદ ઉકેલાઈ ગયો છે”. નિવેદન બાદ જ ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી. પોલીસે તે સમયે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈતી હતી તે તમામ કરી હતી. ફરિયાદીએ આપેલી અરજીની પણ તપાસ કરવામાં આવી હતી.

Back to top button