DC vs KKR: IPLમાં રનનો વરસાદ, સિઝનમાં બીજી વખત ઐતિહાસિક સ્કોરનો રેકોર્ડ, દિલ્હી મુશ્કેલીમાં
વિશાખાપટ્ટનમ, 3 એપ્રિલ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રમાઈ રહી છે. વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી આ મેચમાં કોલકાતા ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમે દિલ્હીને 273 રનનો ટાર્ગેટ આપ્યો છે.
KKR એ IPL ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો
કોલકાતાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને સારી શરૂઆત કરી હતી અને 7 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા છે. આઈપીએલના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. આ લિસ્ટમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદના નામે છે, જેણે આ જ સિઝનમાં 27 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 વિકેટે 277 રન બનાવ્યા હતા.
KKR વિજયની હેટ્રિક ફટકારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યું
શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતાની ટીમ આ મેચ જીતીને જીતની હેટ્રિક ફટકારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. તેણે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. KKR એ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 4 રને હરાવ્યું. જે બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો 7 વિકેટે પરાજય થયો હતો.
આ પણ વાંચો: CSK-MI માટે ટાઈટલ જીતનાર ખેલાડીએ 16 વર્ષથી RCB ટ્રોફી ન જીતી શક્યું તેનું બતાવ્યું કારણ, જૂઓ વીડિયો