DC vs KKR: કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
વિશાખાપટ્ટનમ, 03 એપ્રિલ: IPL 2024ની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમો સામ સામે છે. વિશાખાપટ્ટનમના Dr. Y.S. Rajasekhara Reddy સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન:
દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિચ નોર્ટજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન: ફિલિપ સોલ્ટ (W), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (C), રિંકુ સિંઘ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
IPL 2024માં શું છે સ્થિતિ?
IPL 2024માં દિલ્હીની આ ચોથી મેચ હશે જ્યારે કોલકાતા તેની ત્રીજી મેચ રમશે. DC ત્રણ મેચમાંથી 2 પોઈન્ટ અને -0.016 ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલ પર 7મા ક્રમે છે. જ્યારે કેકેઆરના 2 મેચમાં 4 પોઈન્ટ છે. તે +1.047ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.
DC vs KKR હેડ ટુ હેડ
દિલ્હી અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતા 16 અને દિલ્હીએ 15માં જીત મેળવી છે. એક મેચનું પરિણામ જાહેર નતું થયું. કોલકાતા સામે દિલ્હીનો સર્વોચ્ચ સ્કોર 228 છે. દિલ્હી સામે કોલકાતાનો હાઈ સ્કોર 210 છે. બંને વચ્ચે છેલ્લી 5 મેચમાં દિલ્હીએ 3માં જીત મેળવી છે. છેલ્લી વખત કોલકાતાએ 2021 IPLમાં દિલ્હી સામે જીત મેળવી હતી.
પીચ રિપોર્ટ
વિશાખાપટ્ટનમની પીચ બેટ્સમેનો માટે મદદ સાબિત થઈ છે. પીચ પર બાઉન્સ સારા પડતા હોવાને કારણે બેટ્સમેનોને લાભ થાય છે. આ પીચ પર મેચ હાઈ સ્કોરિંગ થવાની આશા છે. અહીં સપાટ પીચને હોવાના કારણે બેટ્સમેનો સ્પિન સામે મુક્ત રીતે રમી શકે છે. દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ શકે છે. અહીં 14 T20 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને સાત વખત સફળતા મળી છે, જ્યારે સાત વખત બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ જીતી છે.
આ પણ વાંચો: CSK-MI માટે ટાઈટલ જીતનાર ખેલાડીએ 16 વર્ષથી RCB ટ્રોફી ન જીતી શક્યું તેનું બતાવ્યું કારણ, જૂઓ વીડિયો