અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવર્લ્ડસ્પોર્ટસ

ડેવિડ વોર્નરે નવા વર્ષની શરૂઆતમાં ટેસ્ટ બાદ વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનું કર્યું એલાન

  • ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બે વર્લ્ડ કપ જીતી ચૂકી છે
  • વર્ષની શરૂઆતમાં ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરતાં બધાને ચોંકાવી દીધા

નવી દિલ્હી, 1 જાન્યુઆરી : વર્ષ 2024ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના એક સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નરે નિવૃત્તિની જાહેરાત કરી છે. જેનાથી  તેમના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. આ ખેલાડી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે બે વર્લ્ડ કપ જીતી ચુક્યો છે. હાલ, ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સાથે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની શરૂઆતની બંને મેચ જીતી છે. ત્રીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે પહેલા ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે તેણે ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે વર્ષની શરૂઆતમાં જ આ મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.

ડેવિડ વોર્નરે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

સિડનીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ડેવિડ વોર્નર ભાવુક થઈ ગયો અને કહ્યું કે, “હું ચોક્કસપણે વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ રહ્યો છું. આ વાત મેં વર્લ્ડ કપ દરમિયાન કહી હતી. ભારતમાં વનડે વર્લ્ડ કપ જીતવો એ એક મોટી ઉપલબ્ધિ છે. તેથી મેં આજે તે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું છે, જે મને વિશ્વભરની અન્ય લીગમાં રમવાની મંજૂરી આપે છે અને ODI ટીમને થોડો વિકાસ કરવામાં મદદ કરે છે.” પરંતુ વોર્નરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટેના દરવાજા ખુલ્લા રાખ્યા છે. તેણે કહ્યું કે, “મને ખબર છે કે ચેમ્પિયન્સ ટ્રોફી આવી રહી છે. જો હું બે વર્ષમાં સારું ક્રિકેટ રમું છું અને તેમને કોઈની જરૂર હોય તો હું ઉપલબ્ધ રહીશ.”

ડેવિડ વોર્નરે T20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેસ્ટ અને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નર રમે તેવી પૂરી આશા છે. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ તે સિડની થંડર માટે ઓછામાં ઓછી ચાર મેચ રમશે. આ પછી તે ILT20માં દુબઈ કેપિટલ્સ તરફથી રમી શકશે. તે ILT20 લીગમાં રમવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસેથી NOC માંગી રહ્યો છે, જેમાં દુબઈની ટીમની પ્રથમ મેચ 21 જાન્યુઆરીએ રમાશે.

છઠ્ઠો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી એટલે ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ODI વર્લ્ડ કપ 2015 અને 2023નો ખિતાબ જીત્યો હતો. તે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂક્યો છે અને ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી ચુક્યો છે. વોર્નરે ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં 45.30ની એવરેજથી 6932 રન બનાવ્યા છે, જેમાં 22 સદીનો પણ સમાવેશ છે. ODI ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે તે છઠ્ઠો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ODIમાં ઓસ્ટ્રેલિયા માટે સદી ફટકારવા મામલે તે રિકી પોન્ટિંગ પછી બીજા ક્રમે છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 111 ટેસ્ટ અને 99 ટી20 મેચ પણ રમી છે.

આ પણ જુઓ :હોકી વિશ્વકપ માટે ભારતીય મહિલા અને પુરુષ ટીમોની જાહેરાત

Back to top button