વિશેષસ્પોર્ટસ

વિરાટ ક્યારેય સચિન જેટલો મહાન નહીં બની શકે: પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટરનો દાવો

Text To Speech

17 મે, લંડન: સચિન તેન્દુલકરને વિશ્વનાં સર્વકાલીન મહાન ક્રિકેટરોમાં સ્થાન મળ્યું છે. સચિન બાદ જો ભારત તરફથી કોઈ આ સિદ્ધિ મેળવી શકે તેમ છે તો તે માટે વિરાટ કોહલીનું નામ સદાય અગ્રેસર રહ્યું છે. પરંતુ એક પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટરે દાવો કર્યો છે કે વિરાટ ક્યારેય સચિન જેટલો મહાન નહીં બની શકે. પોતાના આ દાવાના સમર્થનમાં તેમણે કારણ પણ આપ્યું છે.

ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ડેવિડ લોયડ જે બ્રિટીશ બ્રોડકાસ્ટર સ્કાય સ્પોર્ટ્સમાં વર્ષો સુધી કોમેન્ટ્રી આપતા રહ્યા છે તેમણે કહ્યું છે કે વિરાટ ક્યારેય સચિન જેટલો મહાન નહીં બની શકે. ટોક સ્પોર્ટ્સ પોડકાસ્ટમાં ચર્ચા કરતાં લોયડે આમ કહ્યું હતું. ડેવિડ લોયડને પૂછવામાં આવ્યું હતું કે  જો તેઓ પોતાની ઓલ ટાઈમ પ્લેયિંગ ઈલેવન બનાવે અને તેમની પાસે સચિન અથવા વિરાટ બંનેમાંથી એકની જ પસંદગી કરવાનું આવે તો તેઓ કોને પસંદ કરશે?

આ પ્રશ્નના જવાબમાં ડેવિડ લોયડે કહ્યું હતું કે, ‘મેં સોશિયલ મીડિયામાં થોડું ઘણું રીસર્ચ કર્યું છે. જો તમે આ જ સવાલ સોશિયલ મીડિયામાં પૂછશો તો 95 ટકા લોકો સચિનનું નામ લેશે. આમ થવા પાછળ એક જ કારણ છે. એક એવી વસ્તુ જે વર્ષોથી આપણી સામે આવી છે અને આપણે તેના સાક્ષી રહ્યા છીએ. એ વસ્તુ એ છે કે સચિન જ્યારે પણ મેદાનમાં રમવા ઉતરતો અથવાતો નિવૃત્તિ પછી પણ તે કોઈ સમારંભમાં જાય છે ત્યારે તે પોતાનો ઈગો ઘરે મૂકીને આવે છે, જ્યારે વિરાટ કોહલી ખૂબ બોલે છે.

પરંતુ જ્યારે ડેવિડ લોયડને એમ પૂછવાનું આવે કે તેમની પાસે તેમની ઇલેવનમાં સચિન અથવા વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા વચ્ચે કોઈ એકની પસંદગી જ કરવાની આવે તો તેઓ કોને પસંદ કરશે, ત્યારે તેમણે પોતાની અગાઉની પસંદગીથી અલગ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘વિરાટ કોહલી શાનદાર ખેલાડી છે પણ હું સચિનને પસંદ કરત. વિરાટ કોહલી ખતરનાક છે અને તે તમારી પાસેથી મેચ છીનવી શકે છે. પણ જો મારે સચિન અને લારામાંથી કોઈ એકની જ પસંદગી કરવી પડતી તો હું લારાને પસંદ કરતો. પણ જો સચિન અને વિરાટમાંથી પસંદગી કરવાની હોત તો મારી પસંદગી ફક્ત અને ફક્ત સચિન જ હોત.

Back to top button