આજે, 30મી મે 2022એ ઉમેદવારો માટે મહત્વની તારીખ છે જેમણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા આપી હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે સિવિલ સર્વિસ પરીક્ષા 2021ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. આ સાથે UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપર્સની યાદી પણ જાહેર કરી છે. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા અંતિમ પરિણામો અનુસાર, પ્રથમ ચાર સ્થાનો પર મહિલા ઉમેદવારો છે. શ્રુતિ શર્માએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. અંકિતા અગ્રવાલે દ્વિતીય સ્થાન, ગામિની સિંગલાને ત્રીજું સ્થાન, ઐશ્વર્યા વર્માએ ચોથું સ્થાન મેળવ્યું છે. જે ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષાના અંતિમ તબક્કામાં હાજર થયા હતા, તેઓ આ યાદીને કમિશનની અધિકૃત વેબસાઇટ, upsc.gov.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 4મી માર્ચ 2021ના રોજ સિવિલ સર્વિસ પરીક્ષા 2021ની જાહેરાત બહાર પાડી હતી. છેલ્લી તારીખ 24 માર્ચ સુધી અરજી કર્યા પછી, પ્રારંભિક પરીક્ષા 27 જૂને લેવામાં આવી હતી અને 29 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય પરીક્ષા 7થી16 જાન્યુઆરી 2022 દરમિયાન લેવામાં આવી હતી અને પરિણામ 17 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 5મી એપ્રિલથી 26મી મે 2022 સુધી વ્યક્તિત્વ કસોટીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો.
સિવિલ સર્વિસ પરીક્ષા 2021ના ટોપ 20 ઉમેદવારો
શ્રુતિ શર્મા
અંકિતા અગ્રવાલ
ગામિની સિંગલા
ઐશ્વર્યા વર્મા
ઉત્કર્ષ દ્વિવેદી
યક્ષ ચૌધરી
સમ્યક એસ જૈન
ઇશિતા રાઠી
પ્રીતમ કુમાર
હરકીરત સિંહ રંધાવા
શુભંકર પ્રત્યુષ પાઠક
યથાર્થ શેખર
પ્રિયમવદા અશોક મહાદલાયકર
અભિનવ જે જૈન
સી યશવંતકુમાર રેડ્ડી
અંશુ પ્રિયા
મહેક જૈન
રવિ કુમાર સિહાગ
દીક્ષા જોશી
અર્પિત ચૌહાણ