ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એક વર્ષથી માતાના મૃતદેહ સાથે રહેતી હતી દીકરીઓ, આ રીતે ખુલ્યુ રહસ્ય

  • પોલીસને ઘટનાની માહિતી મળતાં જ તેઓ ઘરે પહોંચ્યા અને દરવાજો ખોલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા.
  • બંને દીકરીઓએ માતાના મૃતદેહને ધાબળાથી ઢાંકી દીધો હતો. ઘરમાં દુર્ગંધ પણ આવતી હતી
  • પુત્રીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેમની પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા નથી. આથી મૃતદેહ ઘરમાં જ રાખવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશ, 30 નવેમ્બર: ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પરિવાર અને સમાજ સાથેના તમામ સંબંધો તોડીને બે સગી બહેનો તેમના ઘરમાં કેદ થઈ ગઈ. તેમજ બંને બહેનોએ તેમની મૃત માતાના હાડપિંજરને એક વર્ષ સુધી ઘરમાં છુપાવીને રાખ્યું હતું. પોલીસે ત્રણ તાળા તોડીને હાડપિંજર બહાર કાઢ્યું છે. આ ઘટના લંકા પોલીસ સ્ટેશન વિસ્તારના મદારવનમાં બની હતી.

27 વર્ષની પલ્લવી અને 19 વર્ષની વૈષ્ણવી તેમની માતા સાથે રહેતી હતી. તેમની માતા ઉષા તિવારીનું 8 ડિસેમ્બર 2022ની રોજ અનસાન થયું હતું. બંને બહેનોએ પડોશીઓ અને સંબંધીઓને જણાવ્યું હતું કે, તેઓએ તેમના અંતિમ સંસ્કાર કર્યા છે.

બંને બહેનો તેમની મૃત માતાના ઘરેણા અને વાસણો વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. બંને બહેનો પોતાના ઘરની અંદર કોઈને આવવા દેતી ન હતી. જ્યારે આ છોકરીઓએ થોડા દિવસો સુધી પોતાની જાતને બંધ કરી દીધી અને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું તો લોકોને શંકા ગઈ.

ઘરની અંદરનું દ્રશ્ય જોઈને રૂંવાડા ઉભા થઈ ગયા

પાડોશી રમેશ સિંહે યુવતીના મામા ધર્મેન્દ્ર ત્રિપાઠીને ફોન કરીને સમગ્ર મામલાની જાણકારી આપી હતી, જે મિર્ઝાપુરમાં રહે છે. ધર્મેન્દ્ર ત્રિપાઠી લંકા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શિવકાંત મિશ્રા સાથે ઘરે પહોંચ્યા. આ સાથે કાશી ઝોનના ડીપી આરએસ ગૌતમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા હતા. જ્યારે પોલીસે બળજબરીથી દરવાજો ખોલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા.

હાડપિંજર ધાબળામાં વીંટળાયેલું હતું

પોલીસે બંને છોકરીઓ સાથે વાત કરી હતી. લંકા પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે, ઘરમાંથી ચાદર અને ધાબળામાં લપેટાયેલું હાડપિંજર મળ્યું છે. હાડપિંજરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આ મૃત્યુ કુદરતી હતું કે હત્યા.

પૈસાના અભાવે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં નથી

પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, માતા-પિતાના મૃત્યુ બાદ બંને દીકરીઓની માનસિક સ્થિતિ સારી નહોતી. આ કારણે તેમણે પોતાની માતાના મૃતદેહને આટલા દિવસો સુધી છુપાવીને રાખ્યો હતો. છોકરીઓએ પોલીસને જણાવ્યું હતું કે, પૈસાની અછતને કારણે તેઓએ તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા ન હતા.

મોટી બહેને M.Com કર્યું છે

બલિયાના રામકૃષ્ણ પાંડેએ 30 વર્ષ પહેલા ત્રણ દીકરીઓમાં સૌથી મોટી ઉષાના લગ્ન બલિયાના દેવેશ્વર તિવારી સાથે કર્યા હતા. પોતાના પતિ સાથે મતભેદો પછી ઉષા તેમની પુત્રીઓ પલ્લવી અને વૈષ્ણવી સાથે પોતાના પિતાના ઘરે રહેવા લાગ્યા હતા. પલ્લવીએ M.Com કર્યું છે. વૈષ્ણવીએ હાઈસ્કૂલ પૂર્ણ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. બિહારમાં એસીસી સિમેન્ટમાંથી નિવૃત્ત થયા પછી, રામકૃષ્ણએ તેમના ઘરની નજીક કોસ્મેટિકની દુકાન ખોલી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં માતાનું અવસાન થયું હતું

પલ્લવીની વર્તણૂક સારી ન હોવાને કારણે રામકૃષ્ણ લગભગ દોઢ વર્ષ પહેલા સૌથી નાની પુત્રી ઉપાસનાના ઘરે લખનૌમાં રહેવા લાગ્યા હતા. પલ્લવીએ દુકાનનો કબજો લીધો પણ તે ચલાવી ન શકી. 8 ડિસેમ્બર 2022ના રોજ માતા ઉષાનું અવસાન થયું હતું. રામકૃષ્ણ બે મહિના પહેલા આવ્યા હતા પરંતુ પલ્લવીએ તેમને ઘરમાં પ્રવેશવા દીધા ન હતા. જતા પહેલા રામકૃષ્ણએ તેમનો નંબર તેમના પાડોશી રમેશ સિંહને આપ્યો હતો, જેથી જરૂર પડ્યે તેમનો સંપર્ક કરી શકાય.

આ પણ વાંચો, વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની આજે જન્મ જયંતી

Back to top button