સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં તા. 24થી દિવાળી વેકેશન, 31મીથી ખુલશે
દિવાળીના તહેવારો આવતા અઠવાડિયાથી શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં પણ આઠ દિવસનું મીની દિવાળી વેકેશન પડવાનું છે. જે અંગે સત્તાવાર જાહેરાત યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે. તમામ યાર્ડો તા.24થી અઠવાડિયાનું વેકેશન રાખવાના છે અને તે કારણે જણસીની આવક તા. 24ના બે-ત્રણ દિવસ અગાઉ બંધ કરી દેવાશે.
ક્યાં યાર્ડ ક્યારથી બંધ થશે અને ક્યારે ખુલશે ?
મળતી માહિતી મુજબ, ત્રણ-ચાર દિવસથી વરસાદના વિરામના પગલે સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, સોયાબીન સહિત તમામ જણસીઓની ધૂમ આવક શરૂ થઈ છે અને માર્કેટ યાર્ડ સત્તાધીશોએ સાચવવાની જગ્યા ન હોય અત્યારથી જ ખેડૂતોની આવક બંંધ કરાવવી પડે છે. ત્યારે રાજકોટ, જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં આગામી તા. 24થી વેકેશન શરૂ થશે જે મોટાભાગના યાર્ડમાં તા.૨૮ સુધી ચાલશે. દરમિયાન સૌરાષ્ટ્રના યાર્ડોમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી એસોસીએશને જણાવ્યું કે તા. 24થી 29 તમામ વેપારીઓએ કૃષિ પેદાશોનું ખરીદ વેચાણ બંધ રાખવા નિર્ણય લીધો છે. તા. 30ના રવિવાર છે અને તેથી કૂલ આઠ દિવસ વેપારીઓ જણસીના સોદા કરશે નહીં. તા.૩૧ના દિવસથી જ યાર્ડના કામકાજ શરૂ થશે. જુનાગઢ માર્કેટ યાર્ડ તા.૨૪થી ૨૯ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આ દિવસે યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે જ્યારે હરાજીનો આરંભ લાભપાંચમથી થશે. તા. 24થી હરાજી બંધ થશે પરંતુ, ખેડૂતોની જણસી શુક્રવાર તા. 21ના સાંજથી બંધ કરાશે. લગભગ તમામ યાર્ડો તા.24થી અઠવાડિયાનું વેકેશન રાખવાના છે અને તે કારણે જણસીની આવક તા. 24ના બે-ત્રણ દિવસ અગાઉ બંધ કરી દેવાશે.