ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદના શિયાળુ સત્રની આવી ગઈ તારીખ, જાણો ક્યારે શરુ થશે

Text To Speech

નવી દિલ્હી: છેલ્લા ઘણાં સમયથી સંસદના શિયાળુ સત્રની અલગ-અલગ અટકળો ચાલી રહી હતી, આ અટકળો વચ્ચે સંસદીય કાર્ય મંત્રી પ્રલાહદ જોશીએ ટ્વિટ કરીને સંસદના શિયાળુ સત્ર વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બર 2023થી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ 19 દિવસોમાં 15 બેઠકો થશે.

 

શિયાળુ સત્રમાં શું ચર્ચા થઈ શકે છે ?

શિયાળુ સત્ર દરમિયાન મુખ્ય ફોજદારી કાયદાઓને બદલવા માટે લાવવામાં આવેલા ત્રણ મોટા બિલો પર વિચારણા થવાની શક્યતા છે. ગૃહ મામલાની સ્થાયી સમિતિએ તાજેતરમાં ત્રણ ખરડાઓ પર પોતાનો અહેવાલ સ્વીકાર્યો છે. સંસદમાં પેન્ડિંગ અન્ય એક મોટું બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે.

સંસદનું શિયાળુ સત્ર સામાન્ય રીતે ક્યારે યોજાય છે?

સંસદનું શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે. તે ક્રિસમસ પહેલા સમાપ્ત થાય છે, પરંતુ આ વખતે તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવવાથી સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બર 2023થી શરુ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો: યોગી સરકારની માન્યતા વિનાની શાળાઓ સામે લાલ આંખ, પકડાશે તો…

Back to top button