ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

દુબઈમાં પ્રોપર્ટી ધરાવનાર લોકોના ડેટા થયા અનલોક, ભારતીયો છે પ્રથમ સ્થાને

દુબઈ, 15 મે: હાલમાં એક ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ જર્નાલિસ્ટ્સ દ્વારા દુબઈના પ્રોપર્ટી માર્કેટને લઈને એક ખુલાસો કર્યો છે જે નોંધનીય છે.આ ઓર્ગેનાઈઝેશનના 6 મહિનાના અભ્યાસ કર્યા પછી જણાવ્યું હતું કે દુબઈમાં પાકિસ્તાનીઓની 22 હજાર પ્રોપર્ટી છે. તેની કિંમત 12.5 અબજ ડોલર છે. જ્યારે ભારત આ યાદીમાં નંબર વન છે. ભારતીયોએ દુબઈમાં 17 બિલિયન ડોલરની પ્રોપર્ટી ખરીદી છે. આ સિવાય આ લિસ્ટમાં દુનિયાના ઘણા વ્હાઈટ કોલર લોકોના નામ છે જેમની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. જેમાં ડ્રગ માફિયા, મની લોન્ડરર અને મોસ્ટ વોન્ટેડનો સમાવેશ થાય છે.

સમાજના કથિત પાવરફુલ લોકોની પોપર્ટી

કથિત બોસ્નિયન ડ્રગ માફિયાની પત્ની દુબઈમાં ગગનચુંબી ઈમારતના 37મા માળેથી તેના TikTok એકાઉન્ટ પર સતત વીડિયો પોસ્ટ કરી રહી હતી. ભાડાના મકાનમાં લીધેલા ઘર, એપાર્ટમેન્ટ શું ધનિકોનું વૈભવી ભુમિ  હતી?  જોવા જઈએ તો દુબઈની પ્રોપર્ટી કોને આકર્ષતી નથી ? જોકે આ વીડિયોએ પત્રકારોને એટલા પુરાવા તો આપી દીધા કે જેનાથી તેના લોકેશનની  ખબર પડી શકે.  આ પરથી જાણ થઈ કે કરોડો ડોલરના આ એપાર્ટમેન્ટના માલિક કેંડિડો સ્યુ ઓકોમો નામનો વ્યક્તિ છે. આ વ્યક્તિ આફ્રીકી દેશ ઇક્વેટોરિયલ ગિનીની નેશનલ ઓઈલ કંપનીના પુર્વ ચીફ રહી ચુક્યો છે અને તેના પર કરોડો ડોલરની મની લોન્ડરીંગનો આરોપ છે.

આ એપાર્ટમેન્ટના ભાડૂઆતની ઓળખ બોસ્નિયાના કુખ્યાત ડ્રગ લોર્ડ ડીઝેનિસ કાડ્રિક તરીકે કરવામાં આવી છે. કેન્ડીડો સ્યુ ઓકોમો અને જેનિસ કેડ્રિક એકબીજાને ઓળખે છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ભાડા કરાર દ્વારા તેમની મુલાકાત આધુનિક દુબઈનું પ્રતીક છે, જ્યાં ગોપનીયતા અને વર્ષોની ઉદાર નીતિઓએ દુબઈના મકાન માલિકોની લિસ્ટમાં એવા લોકોને સ્થાન અપાયું છે કે જેમની પ્રસિધ્ધિ પર સુરક્ષા એજન્સીઓ પર પ્રશ્નો ઉઠાવી રહી છે. ઓકોમોની બુર્જ ખલીફા પ્રોપર્ટીથી થોડે દૂર બુર્જ લેક હોટેલમાં એક એપાર્ટમેન્ટ છે, જેની માલિકી ઈરાકી મૂળના બ્રિટિશ નાગરિક શોન મોહમ્મદ અલમુલ્લાહ છે. 2021 માં, અમેરિકાએ આ વ્યક્તિને ઇરાકમાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાખો ડોલરની લાંચ આપવા માટે દોષિત ઠેરવ્યો છે.

દુબઈનો પામ-આકારનો કૃત્રિમ ટાપુ તેના જબરજસ્ત આર્કિટેક્ટ માટે સુરખીઓમાં રહ્યું છે. જેમાં એક ફ્લેટ જોસેફ જોહાન્સ લીજ્સડેકર્સનો છે. 32 વર્ષીય આ વ્યક્તિને ‘ચબ્બી જોસ’ના નામથી પણ ઓળખવામાં આવે છે, તે યુરોપિયન યુનિયનના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. તેના પર માદક પદાર્થોની હેરફેરનો ગંભીર આરોપ છે. નજીકના પામ ટાવરમાં બ્રાઝિલના ડેનિલો સાંતાના ગોવેયાનો એક ફ્લેટ છે. આ વ્યક્તિ પર બિટકોઈનના નામે કરોડો રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ છે. પરંતુ હવે આ વ્યક્તિ દુબઈમાં સંગીતકાર તરીકે એશનું જીવન જીવી રહ્યો છે અને તેના આલીશાન ફ્લેટની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતો રહે છે.

 

દુબઈમાં સ્ટીલ અને કોંક્રીટના જંગલોમાં, ઘણા એવા વ્હાઇટ કોલર વ્યક્તિઓએ વૈભવી મિલકતો ખરીદી છે જેમની કમાણી તેમના વતનમાં શંકાસ્પદ લાગી રહી છે. આ યાદીમાં ઉદ્યોગપતિઓ, ડ્રગ માફિયાઓ, મની લોન્ડરર્સ, આર્મી જનરલો સહિત સમાજના ઘણા કથિત ઉચ્ચ વર્ગનો લોકોનો સમાવેશ થાય છે. આ પાવરફુલ લોકોની યાદીમાં ભારત,પાકિસ્તાનના ધનકુબેરોનો પણ સમાવેશ થાય છે. જેમણે કરોડો-અરબોની કમાણીથી દુબઈના સૌથી ધનિક વિસ્તારોમાં પોતાની હવેલીઓ ખરીદી છે.

દુબઈના ડર્ટી મનીના ડેટા થયા અનલોક

એક અહેવાલ મુજબ, આ લીક થયેલા ડેટાથી ખબર પડે છે કે દુબઈના પ્રોપર્ટી માર્કેટનો અસલી રાજા કોણ છે. પત્રકારોએ મુખ્યત્વે 2020 થી 2022 સુધી દુબઈના માર્કેટમાં કરવામાં આવેલા રોકાણ વિશે 6 મહિના સુધી અભ્યાસ કરીને એક રિપોર્ટ જાહેર કર્યો છે. પાકિસ્તાનનના એક સ્થાનિક ન્યુઝ એજન્સી પ્રમાણે, આ ડેટા સેન્ટર ફોર એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ (C4ADS) નામના એનજીઓએ મેળવ્યો હતો. આ સંસ્થા વોશિંગ્ટન ડીસીમાં આવેલી છે અને આંતરરાષ્ટ્રીય ગુના અને સંઘર્ષો પર રિસર્ચ કરે છે.

દુબઈના સિક્રેટ ડેટા

 આ ડેટાને નોર્વેની નાણાંકીય સંસ્થા ઈ24 અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિગ પ્રોજેક્ટ (OCCRP) સાથે શેર કરવામાં આવ્યો હતો. આ સંસ્થાઓએ દુનિયાભરની મીડિયાએજન્સીઓ સાથે મળીને તથ્યોને શોધ્યા અને તેની તપાસ કરી હતી. આ પછી એક રિપોર્ટ પ્રકાશમાં આવ્યો જેનું નામ ‘દુબઈ અનલોક્ડ’ રખાયું છે. આ તપાસમાં 58 દેશોના 74 ભાગીદારોનો સમાવેશ થાય છે.

ભારતીયોના નામે પણ ઘણી મિલકત છે

એક ખાનગી અહેવાલ પ્રમાણે, 2022 સુધીમાં દુબઈમાં રેશિડેન્શિયલ પ્રોપર્ટીના માલિકોમાં ભારતીયો પહેલા નંબર પર આવે છે. OCCRPના ડેટા લીક જણાવે છે કે દુબઈમાં ભારતીયોની 35000 પ્રોપર્ટી છે અને આ પ્રોપર્ટી 29700 ભારતીયોના નામે છે. 2022 માં આ પ્રોપર્ટીનું કુલ મુલ્ય 17 અરબ ડોલર હોવાનું અનુમાન લગાવાયું હતું.

આ પણ વાંચો: તો અદાણી-અંબાણી-ટાટા બધા કાયમ માટે દુબઈ શિફ્ટ થઈ જશે!

Back to top button