ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

દશામાના વ્રતની આજે પૂર્ણાહૂર્તિ, જૂઓ 10 દિવસની પૂજા અર્ચના બાદ મૂર્તિઓની દુર્દશા

  • દશામાના વ્રતની પૂર્ણાહૂતિ બાદ મૂર્તિઓની દૂર્દશા
  • લોકોએ આસ્થા સાથે કરી રહ્યા છે ખિલવાડ
  • તંત્ર દ્વારા વિસર્જનને લઈ કોઈ તૈયારી ન કરાઈ

દર વર્ષે દશામાંનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. મોટાભાગની મહિલાઓ દ્વારા દશામાનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. મહિલાઓ ખૂબ ભક્તિભાવથી 10 દિવસ માતાજીની પૂજા કરી 10માં દિવસે સાંઢણીને જળમાં વિસર્જન કરે છે. ત્યારે આજ રીતે આજે ગત રાત્રે દશામાના વ્રતની પૂર્ણાહૂતિ થતા શ્રદ્વાળુઓએ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું છે. જો કે, સાબરમતી ખાતે તંત્ર દ્વારા વિસર્જન કુંડ સહિતની વ્યવસ્થાઓ ન કરવામાં આવતા લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

તંત્ર દ્વારા વિસર્જનને લઈ કોઈ વ્યવસ્થા ન કરાઈ

દસામાના વ્રતની શરૂઆત થતા મહિલાઓ ખૂબ ભક્તિભાવથી માતાની સાંઢણીને ઘરે લાવી સ્થાપના કરે છે. અને દસ દિવસ સુધી ભક્તિભાવથી તેમની સેવા કરે છે. બાદમાં દસમાં દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે. જેને લઈને તંત્ર દ્વારા વિસર્જન કુંડ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. જો કે, આ વખતે અમદાવાદમાં તંત્ર દ્વારા આવી કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાથી લોકો સાંઢણીને વિસર્જન કર્યા વગર જ જતા રહ્યા હોય તેમ જોવા મળ્યું હતું.

 આ પણ વાંચો : અમદાવાદમાં કાર ચાલકને એડ઼્રેશ આપવું યુવકને ભારે પડ્યું, સરનામું પૂછવાના બહાને બેભાન કરી ઠગોએ લૂંટ્યો

સાબરમતી નદીએ પડેલી મૂર્તિઓનો કોઈ રણીધણી નહિ

મહત્વનું છે કે,દર વર્ષે મૂર્તિઓને નદીમાં વિસર્જિત કરવામાં આવતી હોવાથી નદી પ્રદૂષિત બને છે. ભૂતકાળના અનુભવ છતાં અમદાવાદમાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. વિસર્જન માટે કુંડ પણ બનાવવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ન આવતા આજે સવારે સાબરમતી નદીની આજુબાજુમાં મોટી સંખ્યામાં મૂર્તિઓ જ દેખાતી હતી. જેનું કોઈ રણીધણી ન હતું.

તંત્રનું જેસીબી લોકોની આસ્થા પર ફર્યું

તંત્રને આ અંગે જાણ થતા તેમના દ્વારા આ તમામ મૂર્તિઓને હટાવવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું હતું. જે બાદ તંત્રનું જેસીબી લોકોની આસ્થા પર ફરી વળતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર દ્વારા તમામ મૂર્તિઓને જેસીબીની મદદથી એક ટ્રકમાં ઠાલવવામાં આવી રહી છે. જેને જોતા આસ્થાના નામે થતો ખીલવાડ જોવા મળી રહ્યો છે. દરવર્ષે તંત્ર લોકોને માટીની સાંઢણી લેવાની અપિલ કરતા હોય છે. પરંતુ, તેમ છતાં લોકો તેમની વાત ન માનતા અંતે આ દૂર્દશા જોવા મળી રહી છે.

આ પણ વાંચો : નબીરાઓ દારૂ પીને બેફામ અકસ્માતો કરી રહ્યા છે તે દારૂ ક્યાંથી આવી રહ્યો છે? : ઈસુદાન ગઢવી

Back to top button