આમિર ખાનના ડરામણા લુકની તસવીરો શેર કરી દર્શીલ સફારીએ આપી હિંટ
- ‘તારે જમીં પર’ ફેમ દર્શીલ સફારીએ એક પોસ્ટ કરીને જણાવ્યું કે 16 વર્ષ બાદ તેઓ ફરી એક સાથે છે. ખૂબ જ જલ્દી તેમનો આ પ્રોજેક્ટ આવવાનો છે.
મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનના આ ડરામણા લુકને જોઈને લોકો વિચારમાં પડી ગયા છે કે આખરે આ કયો પ્રોજેક્ટ છે. જ્યારે આમિર કંઈક કરે છે તો તે અલગ જ હોય છે. હવે તેની આવનારી ફિલ્મ સિતારે જમીં પર છે. તેની વચ્ચે અભિનેતાની આ તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ છે. આમિર લાંબા વાળનાળા લુકમાં દેખાઈ રહ્યો છે. તેનો ચહેરો ગંદો છે, એમ લાગે છે કે જાણે તે ઘણા દિવસોથી નહાયો નથી. એક તસવીરમાં તેણે હાથમાં કંઈક પકડ્યું છે.
View this post on Instagram
દર્શીલ સફારીએ શેર કરી તસવીરો
‘તારે જમીં પર’ ફેમ દર્શીલ સફારીએ એક પોસ્ટ કરીને જણાવ્યું કે 16 વર્ષ બાદ તેઓ ફરી એક સાથે છે. ખૂબ જ જલ્દી તેમનો આ પ્રોજેક્ટ આવવાનો છે. દર્શીલે મંગળવારે આમિરની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે હિંટ આપી છે કે આગામી 3 દિવસ બાદ ખુલાસો થશે. દર્શીલે લખ્યું છે કે આ આમિરનું મલ્ટીવર્સ છે અને આપણે બધા આમાં રહી રહ્યા છીએ. બસ ત્રણ દિવસ બાકી. અલગ અલગ લુકમાં આમિરને જોઈને યુઝર્સ પૂછવા લાગ્યા છે કે આ તેની કોઈ આગામી ફિલ્મ છે કે કોઈ એડ છે. યૂઝર્સ કરી રહ્યા છે મૂવી જોઈએ. એક અન્ય કોમેન્ટ કરતા લખ્યું છે કે દર્શીલ ભાઈ વધારે હાઈપ ક્રિએટ ન કરો. કોઈકે લખ્યું છે જે પણ કંઈ છે તેના માટે અમે ક્રેઝી છીએ.
આ પણ વાંચોઃ રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ પહેલા શાહરૂખથી નારાજ, હવે બોલિવૂડ વિશે કહ્યું આવું…