ગુજરાતશતાબ્દી મહોત્સવ

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાશે દર્શન શાસ્ત્ર દિન, જાણો કેવી રીતે થઈ તેની શરૂઆત

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે દર્શન શાસ્ત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ્રમુખ સ્વામી નગરમાં મહાનુભવો દ્વારા દર્શનશાસ્ત્ર વિશે લોકોને માહીતી આપવામાં આવશે અને તેના મહત્વ વિશે સમજાવતું વ્યાખ્યાન આપવામાં આવશે. આપણા વેદોમા જે દર્શનશાસ્ત્રો વિશે માહીતી આપવામાં આવી છે. તેના વિશે આજની પેઢી જાણે તેવા ઉદ્દેશ્યથી આ દર્શન શાસ્ત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.

દર્શનશાસ્ત્ર કોને કહેવાય

તત્ત્વજ્ઞાનસાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશેઅભ્યાસ કરનાર શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. હિન્દુ દર્શનનું મૂળ વેદ-ઉપનિષદ છે. વેદપ્રણીત પ્રધાન છ દર્શન હતા.1. કપિલ મુનિ સ્થાપિત સાંખ્ય દર્શન, 2. પતંજલિ ઋષિનું યોગ દર્શન, 3. કણાદ મુનિનું વૈશેષિક દર્શન, 4. ગૌતમ મુનિનું ન્યાય દર્શન, 5. જૈમિનીનું કર્મ મીમાંસા દર્શન, 6. મહર્ષિ વ્યાસનું વેદાંત દર્શન.

દર્શનશાસ્ત્રદિન-humdekhengenews

પ્રાચીન દર્શનશાસ્ત્ર અને સ્વામિનારાયણ દર્શન

વેદાંત દર્શનના આધારે ભારતમાં વિવિધ સંપ્રદાયોની સ્થાપન થઈ છે. જે વેદાંત દર્શનની શાખાઓ છે. જેમાં પ્રથમ આદિ શંકરાચાર્યનું અદ્વૈત દર્શન, રામાનુજાચાર્યનું વિશિષ્ટા દ્વૈત દર્શન, નિમ્બાર્કાચાર્ય દ્વૈતાદ્વૈત દર્શન, મધ્વાચાર્યનું દ્વૈત દર્શન,ચૈતન્યમહાપ્રભુનું અચિંત્યભેદા ભેદ દર્શન, આ જ શ્રુંખલામાં પરબ્રહ્મ ભગવાનસ્વામિનારાયણે વૈદિક અને સનાતન એવા સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપી છે. ભગવાન સ્વામિનારાયણ ઉદબોધેલું સ્વામિનારાયણ દર્શન એટેલે કે અક્ષરપુરષોતમ દર્શન જેનું આ પૃથ્વી પર મૂર્તિમંત પ્રવર્તન બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કર્યું. અને આ દર્શનનું વિશ્વમાં પ્રવર્તન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું. આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી છે. પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન એક વૈદિક સનાતન દર્શન છે. તેમજ એક વિશિષ્ટ, મૌલિક અને અન્ય દર્શનોથી વિલક્ષણ દર્શન છે. પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્યના નિર્માણથી અક્ષરપુરુષોત્તમ દર્શન યાવત્ચંદ્રદિવાકરૌ રહેશે તે નિર્વિવાદ સત્ય છે. સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ એક વિશિષ્ટ સિદ્ધાંતપ્રવર્તક યુગકાર્ય સંપન્ન થયું છે. આદિ શંકરાચાર્યની જેમતેઓની શાસ્ત્રપ્રણયન શૈલી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર, પ્રસાદમધુર, દ્વેષાદિ દોષરહિત તથા સ્વસિદ્ધાંત સ્થાપન માટે સમર્થ છે એવી આ ગ્રંથોનું અવલોકન કરનાર સર્વે વિદ્વાનોની અનુભૂતિ છે.

અક્ષરપુરુષોતમ દર્શન પ્રતિપાદન કરનાર મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનો ટૂંકો પરિચય

સંપૂર્ણ પ્રસ્થાનત્રયીના ભાષ્યોનું પ્રણયન કરનાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય ઇત્યાદિ આચાર્યોની પંક્તિમાં પ્રવેશ કરવા માટે સર્વથા યોગ્ય છે. આથી તેઓ ભાષ્યકાર મહાચાર્યની પદવી શોભાવી રહ્યા છે એવો અમારા સર્વ વિદ્વાનોનો હૃદયનો અભિપ્રાય છે. આ અક્ષરપુરુષોતમ દર્શન પ્રતિપાદન કરનાર મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનો ટૂંકો પરિચય પૂજ્ય ભદ્રેશસ્વામી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહરાજના વરદ હસ્તે 1981 માં દીક્ષા ગ્રહણ કરી.. વર્ષ 2005માં કર્ણાટક યુનિવર્સિટી માંથી ભગવત ગીતા ઉપર પીએચ. ડી. કર્યું. વર્ષ 2007 માં સ્વામિનારાયણ ભાષ્યની રચના કરી. 2010 માં કવિગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી, નાગપુર માંથી ડી. લિટ.ની પદવી મેળવેલ છે.યુનિવર્સિટી ઓફ મૈસૂર દ્વારા દર્શન કેસરી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. અને પ્રો. જી. એમ. મેમોરિયલ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ, નવી દિલ્હી દ્વારા લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ પુરાંત ભારતની ઘણી બધી યુનિવર્સિટી દ્વારાસન્માનિત કરવામાં આવેલ છે. વર્ષ 2015 માં વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ બેંગકોંગમાં વેદાંત મહંતથી નવાજવામાંઆવ્યા છે. ચાલુ વર્ષે ઇન્ડોનેસિયન બાલી ખાતે મળેલ G20 દેશોની ધર્મપરિષદ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ.

દર્શનશાસ્ત્રદિન-humdekhengenews

સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વભરમાં સ્થાપના

સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વભરમાં સ્થાપના ભારતીય સંસ્કૃતિ, આર્કિટેક્ચર, ફિલોસોફી વગેરેનો અભ્યાસ કરવા માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહરાજની પ્રેરણાથી વર્ષ 1991 માં ધ અક્ષરધામ સેન્ટર ફોર એપ્લાઈડ રિસર્ચ ઇન સોશિયલ હારમોની સ્થાપના કરવામાં આવી. ત્યાર બાદ વર્ષ 2007 માં સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીની સ્થાપના કરવામાં આવી. આજ શૃંખલમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશ્વના વિવિધ મંદિરોમાં સ્વામિનારાયણ શોધ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આનો મુખ્ય ઉદ્દેશ વૈદિક સનાતન ધર્મની રક્ષા માટે, સનાતન ધર્મનીપુષ્ટિ માટે ,સનાતન ધર્મના પ્રવર્તન માટે કરવામાં આવ્યો છે. આપણા ભારત દેશની ઓળખાણ એ આપણને હોવી જોઈએ ,ભારત દેશ એ શિક્ષાનો દેશ છે એટલે આપણી શિક્ષણપ્રથા કેવી હોવી જોઈએ, ભારત દેશમાં આજથી 10,000 વર્ષ પહેલા પણ ભણવાની અને ભણાવવાની પ્રથા હતી એઆ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવશે. આ શોધ કેન્દ્ર દ્વારા વૈશ્વિક સંવાદિતાની દિશામાં આગળ વધાશે.

સમગ્ર વિશ્વમાંથી સર્વે દિશાઓમાંથી સારા વિચારો પર મનન ચિંતન થશે

આના માધ્યમથી નિરામય આધ્યાત્મિક આરોગ્ય ,માનસિક આરોગ્ય અને શારીરિક આરોગ્ય એનું મનન અને ચિંતન થશે .પૂજ્ય યોગીજી મહારાજ કહેતા “ ભગવાન સૌનું ભલું કરો “ આ દિશામાં આગળ વધાશે . ”વસુધૈવ કુટુંબકમ“ એ સનાતન ધર્મનો મૂળ મંત્ર છે ,જે મહાઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં લિપિબદ્ધ થયેલો છે, એનો અર્થ સમગ્ર વિશ્વ એક પરિવાર છે આ સૂત્ર ભારતીય સંસદગૃહના પ્રવેશમાં પણ લખેલ છે. એજ ભાવના સાથે ભારતીય ભાઈ -બહેનોને અન્ય ધર્મ સાથે સંવાદિતા કેવી રીતે કરી વૈશ્વિક સમરસતા,વૈશ્વિક સંવાદિતા કેવી રીતે સિદ્ધ કરી શકીએ અને મૈત્રી પૂર્ણ વ્યવહાર લોકો સાથે કરી શકીએ, પરસ્પર વાર્તાલાભ થાય અને બધા ભારતીયો ભેગા મળીને પ્રગતિ કરશે. અહીં સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી, કન્નડ, પંજાબી વગેરે ભાષાઓ પણભણાવવામાં આવશે અને બધા સાથે મળીને મૂળ ભાષાઓનો, જે તત્ત્વજ્ઞાનનો ઉદભવ ભારતમાં થયો છે એનો પણ અભ્યાસ કરશે, સાથે સાથે ષટ્દર્શન અને વિશ્વના અનેક ધર્મોનો પણ અભ્યાસ આ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા થશે. વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કેનેડા દેશના ટોરોન્ટો, યુ.કે અને યુરોપમાં નીસડન મંદીરમાં, અમેરિકાના રૉબિન્સવિલ ખાતે, આફ્રિકાના દાર-એ-સલામ ખાતે, અને ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલબોર્ન, કેનબેરા, એડિલેડ, પર્થ વગેરે સ્થળો એ કરવામાં આવી છે.

દર્શનશાસ્ત્રદિન-humdekhengenews

અનેક ગ્રેંથોની રચના કરી 

આધુનિક યુગનો અદ્વિતીય સ્મૃતિ ગ્રંથ – સત્સંગદીક્ષા મહંતસ્વામી મહારાજે રચ્યો અદ્ભુત ગ્રંથ – સત્સંગદીક્ષાપ્રાચીન કાળથી, ભારતના મહાન ઋષિમુનિઓએ જીવોના લાભ માટે અનન્ય શાસ્ત્રોની રચના કરી છે. આ શાસ્ત્રો આપણા સામાજિક જીવનનો પાયાનો પથ્થર છે. સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રદત્ત આજ્ઞાપાલન અને ઉપાસનાના સિદ્ધાંતને રજૂ કરતો આ ગ્રંથ તેમના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામીજી મહારાજ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલું છે. આ ગ્રંથ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી દ્વારા સંસ્કૃત ભાષામાં ભાષાન્તરિત છે. વૈદિક સનાતન ધર્મની આધ્યાત્મિક પરંપરાને ઉજાગર કરનાર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે મૂળ અક્ષરપુરુષોત્તમ તત્ત્વજ્ઞાન પ્રદાન કરીને ભારતીય તત્વજ્ઞાન પરંપરાને આગળ ધપાવી છે. શિક્ષાપત્રી, વચનામૃત વગેરે પુસ્તકો ભેટ આપીને તેમણે લોકોના હિત માટે શ્રેષ્ઠ આચરણ, વર્તન, વિચારો અને આધ્યાત્મિક વ્યવહારનું માર્ગદર્શન આપ્યું. છેલ્લી બે સદીઓથી, તેમના અનુગામી ગુરુવર્યો પણ લોકકલ્યાણ માટે સતત કાર્ય કરતા આવ્યા છે.

આ પણ વાંચો :શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો ‘સેવા દિન’ : જાણો પ્રમુખસ્વામી મહારાજે કરેલા ભગીરથ કાર્યો વિશે

Back to top button