દર્શ અમાસઃ પિતૃ દોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય
- હિન્દુ ઘર્મમાં દર્શ અમાસનું વિશેષ મહત્ત્વ
- દર્શ અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવે છે
- ચંદ્રદેવની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ મોકો
હિન્દુ ઘર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ હોય છે, તેમાં પણ દર્શ અમાસનું મહત્ત્વ અનેક ગણુ વધુ હોય છે. દર્શ અમાસની તિથિ અને અમાસમાં ક્યારેક ક્યારેક અંતર હોય છે. આવુ એટલે થાય છે કેમકે દર્શ અમાસના દિવસે આકાશમાં ચંદ્ર દર્શન થતા નથી. આ દિવસે ભલે ચંદ્રમાના દર્શન ન થાય, પરંતુ તમે સાચા મનથી પ્રાર્થના કરો તો ચંદ્ર દેવ તમારી પ્રાર્થના સાંભળે છે અને તે પુરી કરે છે.
એવું માનવામાં આવે છે કે દર્શ અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવે છે, તેથી આ દિવસે પિતૃઓની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. એવુ કહેવાય છે કે દર્શ અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવે છે અને પોતાના પરિવારના લોકોને આશીર્વાદ આપે છે. તેથી આ દિવસે પિતૃઓની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દાન પુણ્ય કરવાનું પણ શુભ માનવામાં આવે છે. દર્શ અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. .
દર્શ અમાસ ક્યારથી શરૂ?
17 જૂન 2023થી એટલે કે, આજે દર્શ અમાસની તિથિ શરૂ થઈ રહી છે. સવારે 9:11 વાગ્યાથી આ તિથિની શરૂઆત થશે અને 18 જૂન 2023ના રોજ સવારે 10:06 વાગ્યે પૂર્ણ થશે. ચંદ્ર પૂજન આજે 17 જૂનના રોજ કરવામાં આવશે. ઉદય તિથિ અનુસાર 18 જૂન 2023ના રોજ દર્શ અમાસ ઊજવવામાં આવશે.
પિતૃદોષ નિવારણ માટેના ઉપાયો
પિતૃઓને પ્રસન્ન કરવા અને પિતૃદોષ નિવારવા માટે દર્શ અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી તર્પણ કરવું જોઈએ. અમાસના દિવસે ગંગા અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. અમાસના દિવસે સ્નાન કર્યા પછી તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો દર્શ અમાસના દિવસે ચંદ્રની ઉપાસના કરવી જોઈએ. દર્શ અમાસના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવાથી વ્યક્તિને આરોગ્યના આશીર્વાદ પણ મળે છે. વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે.
આ પણ વાંચોઃ ‘આદિપુરુષ’ રિલિઝ થતા લોકોના ઉત્સાહ પર ફરી વળ્યું પાણી, હનુમાનજીના ડાયલોગ પર લોકો નારાજ