પાકિસ્તાનમાં ફરી અંધકાર! કરાચીમાં વીજળીની કટોકટીનાં કારણે આક્રોશ
પાકિસ્તાનમાં ફરી એકવાર પાવર સપ્લાય ફેલ થવાના સમાચાર છે. એક સ્થાનિક ન્યૂઝના અહેવાલ મુજબ, હાઈ ટેન્શન ટ્રાન્સમિશન કેબલમાં ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાનના કરાચીના ઘણા વિસ્તારોમાં વીજળી નિષ્ફળ ગઈ છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઇ ટેન્શન (એચટી) ટ્રાન્સમિશન લાઇન ટ્રીપ થવાને કારણે કરાચીનો લગભગ 40 ટકા ભાગ સંપૂર્ણ અંધકારમાં ડૂબી ગયો હતો. જેના કારણે અનેક ગ્રીડ સ્ટેશનો ટ્રીપ થઈ ગયા હતા. અગાઉ જાન્યુઆરીમાં પણ, નેશનલ ગ્રીડની ફ્રીક્વન્સીમાં વધઘટને કારણે પાકિસ્તાનમાં ભારે પાવર બ્રેકડાઉનને કારણે કરાચી અંધકારમાં ડૂબી ગયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરાચીના જે વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ થઈ ગયો છે તેમાં નુમાઈશ ચૌરંઘી, સદર, લાઈન્સ એરિયા, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (DHA), પંજાબ કોલોની, ગુલિસ્તાન-એ-જૌહર અને કોરંગીનો સમાવેશ થાય છે. જો કે, કરાચી શહેરના વીજ પુરવઠા માટે જવાબદાર કંપની કે-ઈલેક્ટ્રિકે આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. એવા પણ અહેવાલ છે કે કરાચીના નોર્થ નાઝીમાબાદ, ન્યુ કરાચી, નોર્થ કરાચી, લિયાકતબાદ, ક્લિફ્ટન, કોરંગી, ઓરંગી, ગુલશન-એ-ઇકબાલ, સદર, ઓલ્ડ સિટી એરિયા, લાંધી, ગુલસન-એ-જૌહર, મલીર, ગુલશન-એ-હદીદ , સાઈટ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, પાક કોલોની, શાહ ફૈઝલ કોલોની અને મોડલ કોલોની પણ આ પાવર કટથી પ્રભાવિત થઈ છે.
આ પણ વાંચો : દેશમાં કુદરતી આફતોના કારણે એક વર્ષમાં બે હજાર લોકોના મોત, 18 લાખ હેક્ટર પાક નાશ પામ્યો