ઉત્તર ગુજરાતગુજરાત

દાંતીવાડા- સીપુ ડેમ નર્મદાના પાણીથી ભરવા ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ ની રજૂઆત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય માવજી દેસાઈએ સિંચાઈના પાણીથી વંચિત એવા ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પાડવા માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખીને માંગણી કરી છે.

રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખી માગણી કરી

 

રજુઆત-humdekhengenewsરાજ્યના પાણી પુરવઠા મંત્રીને લખેલા પત્રમાં તેમને જણાવ્યું છે કે, રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં સિંચાઈના પાણીની વિકટ સમસ્યા છે. આ બંને તાલુકાના લોકો ખેતી અને પશુપાલન આધારિત જીવન જીવી રહ્યા છે. અહીંયા સિંચાઈના પાણીનો પ્રાણ પ્રશ્ન છે. હાલમાં ખેડૂતો બોરવેલ આધારિત ખેતી કરે છે. તેમાંય ભૂગર્ભ ના પાણી બારસો ફૂટ જેટલા ઊંડા ગયા છે. જ્યારે ક્યારેક બોરમાં પાણી ન મળે તો ખેડૂત લાખો રૂપિયાના દેવામાં ઉતરી જાય છે. જ્યારે ભૂગર્ભ જળમાંથી પાણી કાઢવા માટે 60 હોર્સ પાવરથી વધુ વીજળીની મોટરનો ઉપયોગ થતો હોવાથી વીજ બીલ પણ વધુ આવે છે. ભૂગર્ભજળ ઉંડા જતા બે ત્રણ વર્ષ પછી આ વિસ્તારના ખેડૂતોને હિજરત કરવાની ફરજ પડે તો નવાઈ નહી તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

બનાસકાંઠામાં ડેમ છતાં પાણીથી ખેડૂતો વંચિત

ડીસાની જીવા દોરી સમાન બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ બાંધવામાં આવેલો છે. પરંતુ આ ડેમનું પાણી મહદ અંશે પાટણ જિલ્લાના ગામડાઓને મળે છે. જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહે છે. આ ડેમને નર્મદાના નીર થી ભરવાની સરકારની યોજના ચાલુ છે. જેને અગ્રીમતા આપીને દાંતીવાડા તેમજ સીપુ ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સિંચાઈની વ્યવસ્થા માટે લિંક અને માઇનોર કેનાલ જરૂરી

 

દાંતીવાડા અને સીપુ ડેમને નર્મદાના પાણીથી ભરાય તો આ વિસ્તારના ગામડાઓમાં લિંક કેનાલ અને માયનોર કેનાલ વડે પાણી પહોંચાડવા માટે નક્કર આયોજન કરવા કેનાલ બનાવવાની જરૂર છે. જેથી ખેડૂત ના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડી શકાય, તેવી પણ માંગ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય દ્વારા પત્ર લખીને કરવામાં આવી છે.

આ પણ વાંચો : G20માં સહભાગી બનવા આપના સૂચનો અહી મોકલી શકો છો

Back to top button