ઉત્તર ગુજરાત

દાંતીવાડા ડેમના દરવાજા આજે ખોલવાની શક્યતા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે તેની સપાટી બુધવારે સવારે 10:00 વાગે 599.30 ફુટ ઉપર પહોંચી છે. જ્યારે પાણીની આવક 25 હજાર ક્યુસેક થઈ રહી છે. જેને લઇને બનાસ નદીના કમાંડ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. દાંતીવાડા ડેમના સૂત્રોએ જણાવ્યું છે કે રુલ લેવલ થી 0.65 ફૂટ બાકી છે. જે 599.95 થાય અને પાણીની આવક સતત ચાલુ રહે તો ડેમના દરવાજા ખોલવા પડે. જેથી જેટલી પાણીની આવક હશે તેટલું પાણી ગેટ ખોલીને બનાસ નદીમાં છોડવામાં આવશે. જેથી હવે ગમે ત્યારે દાંતીવાડા ડેમના દરવાજા ખોલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જો દાંતીવાડા ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવે તો ઘણા સમય પછી બનાસ નદીમાં વહેતું પાણી જોવા મળશે.

આ પણ વાંચો: સુરતઃ મનપાના પૂર્વ શાસક પક્ષના નેતાના ભાઈની દાદાગીરી, કેળાની લારીવાળા દિવ્યાંગને ડંડાથી ફટકાર્યો

ડેમ સત્તાવાળા ખડેપગે

દાંતીવાડા ડેમમાં થઈ રહેલી પાણીની સતત આવક અને ડેમની સપાટી રૂલ લેવલે પહોંચવાની ઘડીઓ ગણી રહી છે. જેને લઈને દાંતીવાડા ડેમના સત્તાવાળાઓ સતર્ક છે. દાંતીવાડા ડેમના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ ડેમની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. જ્યારે બનાસ નદી આસપાસના તાલુકાઓના મામલતદાર, ટીડીઓને પણ આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. જ્યારે જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરને સતત માહિતીગાર કરવામાં આવી રહ્યા છે.

Back to top button