દંતેવાડા એન્કાઉન્ટર/ 25 લાખની ઈનામી મહિલા માઓવાદી ઠાર, હથિયારો પણ મળી આવ્યા


છત્તીસગઢ, 31 માર્ચ 2025 : છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, સોમવારે દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક મહિલા માઓવાદીનું મૃત્યું થયું હતું, જેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. માઓવાદી પાસેથી એક ઇન્સાસ રાઇફલ અને દારૂગોળો મળી આવ્યો છે. દંતેવાડા એસપી ગૌરવ રાયે જણાવ્યું કે એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
9 વાગ્યાથી ઝડપ ચાલુ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દંતેવાડા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં એક મહિલા માઓવાદીનું મૃત્યુ થયું છે. રિપોર્ટ અનુસાર માઓવાદી મહિલાનું નામ રેણુકા ઉર્ફે બાનુ છે. વધુમાં કહ્યું કે સુરક્ષા દળોને આ વિસ્તારમાં માઓવાદી વિરોધી ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન, સોમવારે સવારે લગભગ 9 વાગ્યાથી માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર ચાલુ છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
શું જપ્ત કરવામાં આવ્યું?
અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં એક ઇન્સાસ રાઇફલ, એક મહિલા માઓવાદીનો મૃતદેહ, દારૂગોળો અને રોજિંદી જરૂરિયાતની અન્ય વસ્તુઓ મળી આવી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. શનિવારે, રાજ્યના બસ્તર ક્ષેત્રના સુકમા અને બીજાપુર જિલ્લામાં બે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા 11 મહિલાઓ સહિત 18 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ આ મહિલા માઓવાદી પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. મળતી માહિતી મુજબ, બસ્તર રેન્જમાં સુરક્ષા દળોએ આ વર્ષે અત્યાર સુધીમાં માર્યા ગયેલા 119 નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ પોતે જ રાજાપાઠમાં ફરે છે, દારુબંધી માય ફૂટઃ જુઓ વીડિયો