ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

દાંત હો તો ઈસકે જૈસેઃ એક શ્રમિકે તેના દાંતથી કરી એવી કમાલ કે…જૂઓ વીડિયો

Text To Speech
  • સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. વીડિયો જોયા પછી અનેક યુઝર્સે આપી રહ્યા છે પ્રતિક્રિયા

HD ન્યૂઝ ડેસ્ક, 24 જૂન: સોશિયલ મીડિયાની દુનિયા પણ ખુબ જ વિચિત્ર છે. અહીં તમને દિવસભર અનેક નવા-નવા વીડિયો જોવા મળી રહેશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આમ તો તમે પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે પછી ટ્વિટરનો ઉપયોગ કરતા જ હશો. અહીં તમને અનેક નવા-નવા વાયરલ વીડિયો જરુર જોવા મળતા જ હશે. ક્યારેક સાર્વજનિક સ્થળો પર લોકોના રીલ બનાવવાનો વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક સીટો માટે લડતા લોકોનો વીડિયો વાયરલ થાય છે. તમે પણ આવા ઘણા વીડિયો જોયા હશે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક અલગ જ પ્રકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

હાલમાં જ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ એક સિમેન્ટની દુકાનમાં ઉભો છે જ્યાં સિમેન્ટની ઘણી બધી બોરીઓ રાખવામાં આવી છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ કહે છે, ‘બે બોરીઓની રમત, એક દાંતમાં અને એક હાથમાં, વીડિયો આખો જૂઓ.’ આ પછી, વીડિયોમાં જોવા મળે છે કે તે વ્યક્તિ એક બોરીને દાંત વડે પકડીને ઉપાડે છે અને બીજી બોરીને હાથ વડે પકડીને તેની પીઠ પર ઉઠાવે છે. વીડિયોમાં વ્યક્તિ આ રીતે બે બોરીઓ લઈને સિમેન્ટની દુકાનની બહાર નીકળે છે. 38 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @ChapraZila નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અનેક લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- દાંત તૂટી જશે. અન્ય એક યુઝરે લખ્યું- શું ફાયદો આ તાકાતનો જ્યારે કરવાની મજુરી જ છે તો. ત્રીજા યુઝરે લખ્યું- આ મજૂરનો દાંત છે, કતિયા. ચોથા યુઝરે લખ્યું – આના દાંત કેટલા મજબુત છે, ગજબ. પાંચમાં યુઝરે લખ્યું છે કે, ‘જીમમાં દાંત મજબૂત કરવા માટેની પણ કોઈ કસરત હોય છે?

આ પણ વાંચો: વિદેશી મહિલાઓની બોલી લગાવતો હતો, પોલીસે કરી ધરપકડઃ જાણો શું છે મામલો?

Back to top button