કર્ણાટકના બિંદૂર પાસેના ટોલ ગેટ પર માર્ગ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એક ઝડપભેર આવી રહેલી એમ્બ્યુલન્સ ટોલનાકા પાસે ફંગોળાઈ ગઈ હતી. થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સ ખખડધજ થઈ ગઈ હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં એમ્બ્યુલન્સમાં એક દર્દી સહિત ત્રણ લોકોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક મૃતક ટોલ વર્કર હોવાનું કહેવાય છે. જુઓ વિડિયો…
#WATCH | Karnataka: Four people were injured after a speeding ambulance toppled at a toll gate, near Byndoor. The Ambulance was carrying a patient to Honnavara. Further details are awaited.
(Source: CCTV) pic.twitter.com/M3isDaX7Eg
— ANI (@ANI) July 20, 2022
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કર્ણાટકના ઉડુપી જિલ્લાના બિંદૂર પાસે એક દર્દી અને બે એટેન્ડન્ટને લઈ જતી એમ્બ્યુલન્સ કાબૂ ગુમાવી દીધી અને ટોલ બૂથ સાથે અથડાઈ, જેમાં એમ્બ્યુલન્સમાં રહેલા એક દર્દી અને એક ટોલ એટેન્ડન્ટ સહિત ત્રણ લોકોના મોત થયા જ્યારે ડ્રાઇવરને ઇજા થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ભયાનક અકસ્માતની ઘટના ટોલ બૂથ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદમાં એમ્બ્યુલન્સ લપસી જવાને કારણે આ ભયાનક અકસ્માત થયો હતો.
ફૂટેજમાં કેટલાક લોકો જેઓ સુરક્ષા ગાર્ડ અને ટોલ ઓપરેટર છે. એમ્બ્યુલન્સને જોઈને પ્લાસ્ટિક બેરીકેટ્સ હટાવવા દોડતા જોવા મળે છે. ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે એક ગાર્ડ ટોલ પ્લાઝા પહેલા બે બેરિકેડ્સને સફળતાપૂર્વક દૂર કરી રહ્યો છે. પરંતુ છેલ્લા બેરિકેડને હટાવવા જાય છે ત્યારે તે પણ એમ્બ્યુલન્સ સાથે અથડાય છે અને અકસ્માતમાં મૃત્યુ પામે છે.