બાળકો અને પતિ પર આકાશમાંથી પડી અચાનક વીજળી, પત્નીએ રેકોર્ડ કર્યો Live Video
એક ટ્રક ડ્રાઈવર હાઈવે પર જઈ રહ્યો હતો. ત્યારે અચાનક રસ્તા પર વીજળી પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી જ્યારે તેની પત્ની ડ્રાઈવરની પાછળ બીજી કારમાં જઈ રહી હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીજળી પડવાનો આ વીડિયો ખુબ જ ખતરનાક છે. રિપોર્ટ અનુસાર આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે.
LIGHTNING STRIKE CAUGHT ON VIDEO: On Friday, this lightning strike was so close to a #teamHCSO deputy driving on I-75, that it fried her work car!
Thankfully, no one was hurt.
Let this be a reminder, in a thunderstorm seek shelter. A house, business, or vehicle can save a life. pic.twitter.com/PileMcOCpe— HCSO (@HCSOSheriff) July 6, 2022
વાસ્તવમાં એડવર્ડ વોલેન નામનો વ્યક્તિ 1 જુલાઈના રોજ કામમાં હાઈવે પર પોતાના ઘરે જઈ રહ્યો હતો. તેની સાથે ત્રણ બાળકો પણ હતા. તેની પત્ની મિશેલ તેના વાહનની પાછળ કારમાં આવી રહી હતી. પછી રસ્તામાં તોફાન દસ્તક દેતું હતું. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મિશેલે હવામાનનો નજારો મોબાઈલમાં કેપ્ચર કરવા માંડ્યો. આ દરમિયાન હાઈવે પર તેમની સાથે મોટી દુર્ઘટના બની હતી.
મિશેલે જણાવ્યું હતું કે, હું કેમેરાથી રેકોર્ડિંગ કરી રહી હતી ત્યારે મેં આકાશમાં વીજળી જોઈ. કંઈ સમજે તે પહેલા અચાનક જ આકાશી વીજળી આગળ જઈ રહેલી પતિની કાર પર પડી. પળવારમાં કારમાં આગ લાગી હતી. સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. હિલ્સબોરો કાઉન્ટી શેરિફના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. હિલ્સબોરો કાઉન્ટીના ડેપ્યુટીની કારને પણ અકસ્માતમાં નુકસાન થયું હતું, કારણ કે તે મિશેલની કારથી થોડો આગળ જઈ રહ્યો હતો.