ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

ખતરનાક બીમારી, દર્દનાક સંબંધ: અભિષેક બચ્ચનની ફિલ્મ I Want To Talkનું ટ્રેલર રિલીઝ

  • અભિષેક બચ્ચન સાધારણ જીવનમાં અસાધારણ મુશ્કેલીઓનો સામનો કરતા વ્યક્તિની ભુમિકામાં દેખાશે

મુંબઈ, 05 નવેમ્બર: ‘સરદાર ઉધમ’ અને ‘મદ્રાસ કાફે’ જેવી ફિલ્મો દ્વારા સ્વાદમાં પરિવર્તન લાવી રહેલા નિર્દેશક શૂજિત સરકારની સિગ્નેચર સ્ટાઇલ છે – સ્લાઇસ ઑફ લાઇફ. જેનો અર્થ ‘જીવનનો ટુકડો’ એવો થાય છે. કહેવાનો મતલબ એ છે કે, એક એવી સ્ટોરી જે જીવનને વાસ્તવિકતા ચશ્મા થકી ખૂબ નજીકથી બતાવે છે. નહીં કે ‘વાસ્તવિકથી વિરાટ’ પ્રકારની ભવ્ય સિનેમેટિક શૈલી. ‘વિકી ડોનર’, ‘પીકુ’ અને ‘ઓક્ટોબર’ જેવી ફિલ્મો બનાવી ચુકેલા શૂજિત સરકાર હવે અભિષેક બચ્ચન સાથે તેની આગામી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું શીર્ષક છે ‘I Want To Talk’ છે. જેમાં અભિષેક બચ્ચન સાધારણ જીવનમાં અસાધારણ મુશ્કેલીઓનો સામનો કરતા વ્યક્તિની ભુમિકામાં જોવા મળી રહ્યા છે.  ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે અને આ દિવસોમાં મસાલા એન્ટરટેઇનર ફિલ્મો ટ્રેન્ડ વધ્યો છે, જેની વિરુદ્ધ આ ફિલ્મ એક શાંત, રાહતભરી સવાર જેવી છે.

જૂઓ અહીં ‘આઈ વોન્ટ ટુ ટોક’નું ટ્રેલર 

 

મૃત્યુની બારીમાંથી ડોકિયું કરતો જીવનનો ટુકડો!

I Want To Talk‘એ અર્જુન (અભિષેક બચ્ચન) નામના પાત્રની સ્ટોરી છે, જે કદાચ કોઈ એવી મેડિકલ કંડીશનમાંથી પસાર થઈ રહ્યો છે જેના કારણે તેની બોલવાની ક્ષમતા પર અસર થઈ રહી છે અથવા તો કદાચ તેનો જીવ બચાવવો મુશ્કેલ છે. ટ્રેલરની શરૂઆતમાં જ અભિષેકના પાત્રની ગંભીર સર્જરી થતી જોવા મળે છે, જેના કારણે તેના જડબા અને ચહેરાના નીચેના ભાગને એટલો બધુ નુકસાન થઈ ગયું છે કે તે વાત કરી શકતો નથી.

ફિલ્મની સ્ટોરી એવી છે કે, અભિષેકને તેની હાલત વિશે ખબર પડે છે અને તેની વાત કરવાની ક્ષમતા પર અસર થાય તે પહેલા તે ઘણું બધું કહેવા માંગે છે. તેણે ઘણા લોકોની માફી માંગવી પડી છે જેમની સાથે તે સમય વિતાવી શક્યો નથી. તે ઘણા લોકોની સામે કેટલીક બાબતો વિશે પસ્તાવો કરવા માંગતો હોય તેવું લાગે છે.

જ્યારે વ્યક્તિ પાસે સમય ઓછો હોય છે, ત્યારે તે સંબંધોને કેવી રીતે જુએ છે? તે કેવી રીતે તેના અંગત સંઘર્ષને ઓળખે છે અને તે જીવનને કઈ દૃષ્ટિએ જુએ છે, આવી જ વાર્તા લાવી રહ્યું છે ‘I Want To Talk‘ અને જ્યારે સ્ટોરીમાં ઘેરો વળાંક છુપાયેલો હોય છે, ત્યારે રમૂજ પણ ઘેરી બની જાય છે, જે અર્જુનના અન્ય પાત્રો સાથેની ક્રિયાપ્રતિક્રિયામાં દેખાય છે.

અભિષેકનું કામ ગજબનું છે

અભિષેક બચ્ચન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ અલગ પ્રકારની ભૂમિકાઓ પસંદ કરી રહ્યો છે. તેની અગાઉની રિલીઝ થયેલી ‘ઘૂમર’ પણ તેનો પુરાવો હતો. હવે અભિષેકે એક એવું પાત્ર પસંદ કર્યું છે જેને કોઈ પણ રીતે રેગ્યુલર બોલિવૂડ કેરેક્ટર ન કહી શકાય. આ પાત્રને ભજવતી વખતે, તેમનામાં એક વિશિષ્ટ શાંતિ છે જે શૂજિત સરકારની શૈલી છે. આવી સ્થિતિમાં, આ બંનેનું સંયોજન જીવનનો સુંદર સંદેશ આપવા માટે તૈયાર લાગે છે.

ટ્રેલરના એક સીનમાં અભિષેક બચ્ચન સાથે જોની લીવર પણ જોવા મળે છે.જેને આવી સ્ટોરીમાં જોઈને ખૂબ જ રિફ્રેશીંગ છે. ડિજિટલ ક્રિએટર અહિલ્યા બમરુ અભિષેકની પુત્રીની ભૂમિકા ભજવે છે અને જયંત કૃપલાની એક એવા ડૉક્ટરની ભૂમિકામાં છે જેનું હ્યુમર અભિષેક કરતાં પણ ડાર્ક છે. થિયેટરોમાં ટિપિકલ ફોર્મ્યુલા મસાલા ફિલ્મોના તોપમારા વચ્ચે, ‘I Want To Talk‘ એક હળવાશભરી શૈલી સાથે સુંદર સ્ટોરી આપવા માટે તૈયાર છે. આ ફિલ્મ 22 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ જૂઓ: 38 વર્ષની અભિનેત્રીએ 11 વર્ષ મોટા બાબા સાથે લગ્ન કર્યા, તસવીરો થઈ વાયરલ

Back to top button