ટ્રેન્ડિંગવર્લ્ડ

ખતરનાક તાનાશાહી, વિદેશી ટીવી સિરિયલો જોવા બદલ 30 બાળકોને મૃત્યુની સજા, કિમ જોંગ વિશે મોટો ખુલાસો

HD ન્યૂઝ ડેસ્ક, 16 જુલાઇ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કેટલા ખતરનાક છે તે આખી દુનિયાને ખબર પડી ગઈ છે. તેના કારનામા હંમેશા હેડલાઇન્સમાં રહે છે. નોર્થ કોરિયામાં વાળ કપાવવાથી લઈને ખાવા-પીવા અને ટીવી જોવા સુધીના તમામ નિયમો છે. જે કોઈ હિમ્મત કરે છે તેને મૃત્યુદંડ મળવો એ કોઈ મોટી વાત નથી. આવો જ એક કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે વિદેશી ટીવી સિરિયલો જોવા માટે ૩૦ બાળકોને ફાંસીની સજા આપી છે. દક્ષિણ કોરિયન મીડિયાના આ દાવાથી બન્ને દેશો વચ્ચે રાજકારણ ગરમાયું છે.

આ ઘટનાના સંદર્ભમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ કિશોરોને નાટક જોવા માટે જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. જો કે, ઉત્તર કોરિયામાં મીડિયા પ્રસારણ સખત રીતે નિયંત્રિત છે. નોર્થ કોરિયામાં વિદેશી ટીવી સિરિયલો જોવાના કારણે 30 બાળકોની હત્યા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ લોકો દક્ષિણ કોરિયન ડ્રામા જોતા પકડાયા હતા. ઉત્તર કોરિયામાં એક કાયદો છે. જે સૂચવે છે કે, કોઈપણ દેશનો નાગરિક દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાનની સંસ્કૃતિને અપનાવી શકે નહીં. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાનું ગીત સાંભળવા બદલ મૃત્યુદંડની સજાનો મામલો અગાઉ પણ સામે આવ્યો છે. જોકે આ દાવાને લઇને કોઇ ચોક્કસ આધાર પુરાવો જાહેર કરવામાં નથી આવ્યો.

વર્ષ 2024ની શરૂઆતમાં કિમ જોંગે દક્ષિણ કોરિયાને પોતાનો દુશ્મન નંબર વન જાહેર કર્યો હતો. ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાના ગીતો સાંભળવા અને ફિલ્મો જોવી એ ગુનાની શ્રેણીમાં આવે છે. દક્ષિણ કોરિયાના ટીવી નાટકો ઉત્તર કોરિયામાં પ્રસારિત થતા નથી, છતાં કેટલાક દાણચોરો તેને પેન ડ્રાઈવમાં લાવે છે અને ઉત્તર કોરિયાના બાળકોને મોંઘા ભાવે વેચે છે. કારણ કે ઉત્તર કોરિયાના બાળકોને આ નાટકો અને સિરિયલો જોવી ગમે છે.

દક્ષિણ કોરિયાના રિપોર્ટમાં આ વાત આવી સામે
તાજેતરમાં, દક્ષિણ કોરિયાના મીડિયા આઉટલેટ્સ ચોસુન ટીવી અને કોરિયા જોંગઆંગ ડેઇલીએ એક અહેવાલ તૈયાર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના K-નાટકો જોવા માટે 30 મિડલ-સ્કૂલના વિદ્યાર્થીઓની હત્યા કરી હતી. હાલમાં, દક્ષિણ કોરિયાના અધિકારીઓએ આ દાવાઓ પર કોઈ સીધી ટિપ્પણી કરી નથી. દક્ષિણ કોરિયાના એક અધિકારી જોંગંગ ડેલીએ કહ્યું, ‘અમે જાણીએ છીએ કે ઉત્તર કોરિયામાં શું થઈ રહ્યું છે, આ રિપોર્ટ તેનો પુરાવો છે.

આ પણ વાંચો.. પાકિસ્તાનની શાહબાઝ સરકારે ઈમરાન ખાનની પાર્ટી PTI પર પ્રતિબંધ લગાવવાનો લીધો નિર્ણય

Back to top button