ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદનું ડેમેજ કંટ્રોલ, અધિકારીઓની ભાષાની કરી નિંદા

  • PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની માલદીવના મંત્રીઓ દ્વારા મજાક ઉડાવ્યા પછી વિવાદ વકર્યો
  • મંત્રીએ ઉપયોગમાં લીધેલી ભાષા ભયાનક, ભારત દ્વીપસમૂહની સુરક્ષા-સમૃદ્ધિ માટે મુખ્ય સાથી : પૂર્વ પ્રમુખ

માલદીવ, 7 જાન્યુઆરી : માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દેશના મંત્રીઓની અપમાનજનક ટિપ્પણીની નિંદા કરી છે. આ ટિપ્પણી માલદીવના મંત્રીઓએ PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવ્યા પછી ફાટી નીકળેલા વિવાદને પગલે કરી હતી. જે બાદ ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું કે, “મંત્રી મરિયમ શિયુના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ભાષા “ભયાનક” હતી અને ભારત દ્વીપસમૂહની સુરક્ષા અને સમૃદ્ધિ માટે “મુખ્ય સાથી” દેશ છે.”

માલદીવના ભૂતપૂર્વ પ્રમુખે મોહમ્મદ નશીદે શું કહ્યું ?

 

માલદીવમાં પ્રથમ લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ નશીદે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર મંત્રીઓની ટીકા કરતા લખ્યું કે, “ માલદીવ સરકારના અધિકારી મરિયમ શિયુના દ્વારા મુખ્ય સાથી દેશના નેતા પ્રત્યે કેવી ભયાનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યા છે, આ દેશ માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. ડો. મોહમ્મદ મુઇઝુની સરકારે આ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખવું જોઈએ અને ભારતને સ્પષ્ટ ખાતરી આપવી જોઈએ કે આવા નેતાઓ સરકારની નીતિને પ્રતિબિંબિત કરતા નથી.”

મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “રંગલો” અને “કઠપૂતળી” કહ્યા !

Mariyam Shiuna
@twitter\Mariyam Shiuna
Mariyam Shiuna
@twitter\Mariyam Shiuna

માલદીવમાં યુથ એમ્પાવરમેન્ટ(Youth Empowerment)ના ડેપ્યુટી મિનિસ્ટર મરિયમ શિયુનાએ X(Twitter) પર તાજેતરમાં ડિલીટ કરવામાં આવેલી પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “રંગલો” અને “કઠપૂતળી” કહ્યા હતા. માઇક્રો-બ્લોગિંગ સાઈટ પર પ્રત્યાઘાત આવ્યા બાદ ટ્વીટ્સને દૂર કરવામાં આવી હતી. તેણીએ તેણીની ઘણી સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓનું પુનરાવર્તન કર્યું છે. શિયુના ઉપરાંત અન્ય મંત્રી ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવી હતી જ્યારે વડાપ્રધાનના ફોટોગ્રાફ્સે સોશિયલ મીડિયા પર વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું, ઘણા લોકોએ લક્ષદ્વીપની તુલના માલદીવ સાથે કરી હતી.

 

માલદીવના મંત્રીઓની અપમાનજનક ટિપ્પણીઓને પગલે #BoycottMaldives થયું ટ્રેન્ડ

 

એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, PM મોદીનું પગલું માલદીવ માટે “મોટો આંચકો” છે અને લક્ષદ્વીપમાં પર્યટનને “વેગ” આપશે. જેના જવાબમાં મંત્રી ઝાહિદ રમીઝે કહ્યું હતું કે, “આ પગલું સરસ છે. જો કે, અમારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રમિત છે. અમે જે સેવા આપીએ છીએ તે તેઓ કેવી રીતે પ્રદાન કરી શકે? તેઓ આટલા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે? રૂમમાં કાયમી ગંધ એ સૌથી મોટું પતન હશે.” આ ટીપ્પણીઓએ માલદીવના અધિકારીઓ સામે તીક્ષ્ણ ટીકાને આમંત્રણ આપ્યું હતું, જેમાં ઘણા લોકોએ “માલદીવનો બહિષ્કાર”કરવાની હાકલ કરી હતી. જેને પગલે સોશિયલ મીડિયામાં #BoycottMaldives ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ પણ જુઓ :લક્ષદ્વીપ અને ભારતીયોની માલદીવના નેતાએ મજાક ઉડાવતા #BoycottMaldives થયું ટ્રેન્ડ

Back to top button