- ડેમ ઓવરફલો થતા કાંઠાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા
- જામનગરની જીવાદોરી સમાન ગણાતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો
- ભાવનગરમાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ
સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેને કારણે મોટાભાગના ડેમ ઓવરફલો થઇ ગયા છે. તેમાં ભાવનગરનો શેત્રુંજી ડે, જામનગરનો રણજીત સાગર ડેમ, જુનાગઢનો ઓઝત વીયર ડેમ, માળીયા હાટીનાના ભાખરવડ ડેમ સહીત અનેક ડેમ ઓવરફલો થયા છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCનો પ્રિ- મોન્સૂન એક્શન પ્લાન ધોવાઈ ગયો, વિકાસના દાવા પોકળ
ભાવનગરમાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ
ભાવનગરમાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને લઇને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં 63860 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની સારી આવકને કારણે હાલ શેત્રુંજી ડેમની સપાટી 21 ફૂટ 5 ઇંચ પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: અમદાવામાં ઘઉં, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
જામનગરની જીવાદોરી સમાન ગણાતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો
જામનગરની જીવાદોરી સમાન ગણાતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રાજાશાહી ઠાઠની નિશાની ગણાતો રણજીત સાગર ડેમ પ્રથમ ભારે વરસાદે જ છલકાઇ જતાં આસપાસના લોકો ડેમ જોવા ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યાનો હલ થઈ છે. ત્યારે જળસ્ત્રોત અને પિકનિક પોઇન્ટ સમાન આ ડેમ છલકાતા લોકોના હૈયા પૂલકિત થઇ ગયા છે.
આ પણ વાંચો: ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની દ્વિસ્તરીય પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ
ડેમ ઓવરફલો થતા કાંઠાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ગામ પાસે આવેલ ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફલો થતા કાંઠાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભયજનક સપાટી આવી જતા નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તો સાથે, ભાખરવડ, વડાળા, માળિયા હાટીના, જાનડી, ધુમલી, આબેચા, નાની ધણેજ, ઝટકા, સમઢીયાળા, ગડુ સહિતના ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.