ગુજરાતદક્ષિણ ગુજરાત

ગાંધીનગર: એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં આરોપીઓની ધરપકડ નહિ કરવા મુદ્દે DGP ને દલિત આગેવાનોએ રજૂઆત કરી

Text To Speech

ગાંધીનગર 30 જુલાઈ 2024 :  ગાંધીનગર ખાતે આવેલા ડીજીપી ભવન ખાતે SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯માં આગોતરા જામીનની જોગવાઈ ન હોવા છતાં પોલીસ દ્વારા અર્ણેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું આરોપીઓને લાભ અપાવવાના ઇરાદે કરાતું ખોટું અર્થઘટન કાયદા વિરુદ્ધનું છે.

જેનાથી આરોપીઓમાં કાયદાનો ભય નહીં રહે અને ફરિયાદીને વધારે અત્યાચારનો સામનો કરવો પડશે તેવી રજૂઆત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાથી સંગઠનોએ DGP વિકાસ સહાયને આવેદનપત્ર આપી કરી હતી.

તેમજ ખંભાતના નિવાસી રમેશભાઈ વણકર દ્વારા ગ્રાન્ટ ફાળવાઇ હોવા છતાં વિકાસના કામો ન કરતા રજૂઆત કરવા જતા કેતનભાઈ ઉર્ફે પપ્પુભાઈ ભીખાભાઈ પટેલ કે જેઓ ખંભાત તાલુકા પંચાયતના સભ્ય ન હોય તેમ છતાં પોતે તાલુકા પંચાયતનાં પ્રમુખ શિવાનીબેન કેતનભાઈ પટેલનાં સ્થાને બેસી તમામ વહીવટ કરતાં હોય જેનાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

એટ્રોસિટી જામીન આપવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાથી સંગઠનોએ મીડિયા સાથે વધું વાતચીત કરતા જણાવ્યું હતું કે જે રીતે બિહારમાં અર્ણેશકુમાર વિરૂદ્ધ ચુકાદાનું ખોટું અર્થઘટન કરી આરોપીઓને લાભ અપાવવાના ઇરાદે કાર્ય કરાયું છે. તે જ રીતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મોટાભાગના કિસ્સાઓમાં આવા પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે.

એટ્રોસિટીની ફરિયાદો લેવામાં નથી આવતી, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે રીતે શિવાનીબેન કેતનભાઈ પટેલ તાલુકા પ્રમુખ હોવા છતાં તેમના સ્થાને કેતનભાઈ ઉર્ફે પપ્પુભાઈ ભીખાભાઈ પટેલ બેસીને વિકાસના કાર્યોની રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર દ્વારા રજૂઆત કરવા જતા તેમની સાથે ગેરવર્તન કરીને જાતિવાદી અપ શબ્દો બોલીને ઝપાઝપી કરવામાં આવી હતી તે યોગ્ય નથી જેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો : સુરતમાં મેટ્રો બ્રિજ બને તે પહેલા જ સ્પાન તૂટ્યો, સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ

Back to top button