ગુજરાત

દાહોદના લેખક ભરત ખેનીને ‘રાજા રવિ વર્મા’ પુસ્તક માટે નર્મદ સુવર્ણચંદ્રક અપાયો

Text To Speech

દાહોદઃ નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા ભરત ખેનીને ગુજરાતી વિષયમાં તેઓના શ્રેષ્ઠ પુસ્તક ‘રાજા રવિ વર્મા’ જીવનચરિત્રને રાજા રવિ વર્મા અને તેમના જીવનચરિત્ર તેમજ કાર્યને યથોચિત રીતે ઉજાગર કરવા બદલ નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ સમારોહ શુક્રવાર, તા.27 મેના રોજ સાંજે 6 કલાકે ઝૂમ એપ્લીકેશનના માધ્યમથી ઓનલાઈન આયોજીત થયો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતાં કવિયત્રી યામિનીબેન વ્યાસ દ્વારા થયું હતું, જેમાં પ્રજ્ઞાબેન વશીએ લેખક ભરત ખેનીનો ટૂંકો પરિચય આપ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની ઓનલાઈન હાજરીમાં વર્ષ 2019-20નો જીવનચરિત્ર અંગેનો પ્રતિષ્ઠિત પુરસ્કાર “નર્મદ સુવર્ણચંદ્રક” ભરત ખેનીને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નરેશ કાપડીઆ દ્વારા મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા અંગે દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બાદમાં ભરત ખેનીએ પોતે લખેલ કૃતિ અંગેની કેફિયત રજૂ કરી હતી. અંતે પ્રમુખ અને આ ચંદ્રકના નિર્ણાયક ડો.પ્રફુલ્લ દેસાઇ દ્વારા પુરસ્કૃત પુસ્તકનો સવિશેષ પરિચય અપાયો. સમાપન વિધિ સંસ્થાના ઉપપ્રમુખ બકુલેશ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોલેજના અધ્યાપકો, કવિઓ, મહાનુભાવો અને ગુજરાતી સાહિત્યના રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button