ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટના વધી રહી છે. ચોરી હોય કે, લૂંટ હોય, અપહરણ હોય કે પછી હત્યા હોય. તમામ ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં દાહોદમાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ દાહોદમાં જેકોટ હાઈવે પર કારમાં પંક્ચર પાડીને લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારૂંઓ દિવસે દિવસે બેફામ બની રહ્યા છે જાણે કે પોલીસ અને કાયદાઓનો ડર જ ન હોય.
દાહોદના જેકોટ નજીક હાઈવે પર લૂંટફાટની ઘટના સામે આવી છે. જેકોટ હાઈવે ઉપર પાંચ જેટલા હથિયારધારી લૂંટારુએ વડોદરાથી આવી રહેલા એક પરિવારને લૂંટી લીધો છે. લૂંટની મોડસ ઓપરેન્ડી પ્રમાણે લૂંટારુઓએ પહેલા પરિવારની કારમાં પંક્ચર કરી દીધું હતું. બાદમાં હથિયારો સાથે લૂંટ ચલાવી હતી. પીડિત પરિવાર વડોદરાથી દાહોદ આવી રહ્યો હતો. લૂંટારુઓએ પરિવારના સભ્યોને માર પણ માર્યો હતો અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. બનાવ બનતા એસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લૂંટારુઓએ અન્ય એક ટેમ્પોમાં પણ પંક્ચર પાડીને લૂંટનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : ભાદરવામાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે, ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી