દાહોદઃ બાળકી દુષ્કર્મ કેસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ, 12 જ દિવસમાં થઈ કાર્યવાહી
ગાંધીનગર, 3 ઓક્ટોબર 2024: દાહોદ જીલ્લાની સરકારી શાળામાં ધો. 1માં ભણતી બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનારા પ્રિન્સિપાલ સામે 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મજબૂત પુરાવાઓના આધારે ઘટનાના માત્ર 12 જ દિવસમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.રાજ્ય સરકારે આ કેસની ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે અમિત નાયરની નિમણૂક કરી છે.
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ ફાઇલ કરી. કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી : 15 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા. સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી શ્રી અમિત નાયરની નિમણૂક કરવામાં આવી.
VIDEO | “A 6-year-old girl was raped and murdered in Dahod by her teacher. Gujarat CM Bhupendra Patel had directed the Home Ministry to ensure strict punishment for the accused. A special PP (public prosecutor) was appointed. A committee was formed, including FSL, medical and… pic.twitter.com/5XUfv04Ztv
— Press Trust of India (@PTI_News) October 3, 2024
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે. Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડિયો લેવડાવી, વીડિયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચર્યો તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 104 સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર કોલનો આંકડો જાણી દંગ રહેશો