કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું કે પીઢ અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
Dada Saheb Phalke Award to be conferred to actor Asha Parekh this year: Union Minister Anurag Thakur pic.twitter.com/gP488Ol4zH
— ANI (@ANI) September 27, 2022
આશા પારેખને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ
‘આન મિલો સજના’ અને ‘કટી પતંગ’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2022’થી સન્માનિત કરવામાં આવી રહી છે. 60-70ના દાયકામાં પોતાની સુંદરતા અને અભિનયથી ચાહકોના દિલો પર રાજ કરનાર આશા પારેખને બોલિવૂડમાં તેમના અજોડ યોગદાન માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
Dadasaheb Phalke Award to be given to veteran actress Asha Parekh this year
(File Pic) pic.twitter.com/lGj5Kl92Oa
— ANI (@ANI) September 27, 2022
ગુજરાત સાથે કનેક્શન
અભિનેત્રી આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ ગુજરાતમાં થયો હતો. ગુજરાતી પરિવાર સાથે જોડાયેલા, આશા પારેખની માતા મુસ્લિમ અને પિતા ગુજરાતી હતા. 60-70ના દાયકામાં આશા પારેખ તેમની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેમની ફી માટે પણ જાણીતી હતી. એ દાયકામાં આશા પારેખ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હતી.
એવોર્ડ અને નોમિનેશન
આશા પારેખને તેની લાંબી કરિયરમાં 30થી વધુ એવોર્ડ અને નોમિનેશન મળ્યું છે. 1963માં અખંડ સૌભાગ્યવતી માટે ગુજરાતની શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. 1971માં ફિલ્મ કટિપતંગ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ, 1992માં પદ્મશ્રી, 2002માં ફિલ્મફેર લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, 2007માં બોલિવૂડ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, 2022માં સિનેમામાં અમૂલ્ય યોગદાન બદલ માસ્ટર દીનાનાથ પુરસ્કાર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.