દાદા સાહેબ ફાળકે એવોર્ડઃ ‘કાશ્મીર ફાઇલ્સ’ Best film, ‘RRR’ film of the year
એસએસ રાજામૌલીની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘કાશ્મીર ફાઇલ્સ’ને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ આપવામાં આવ્યા છે. ‘RRR’ને ઇન્ટરનેશનલ ફિલ્મ ઓફ ધ યર અને ‘કાશ્મીર ફાઇલ્સ’ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ એવોર્ડ સમારંભમાં આલિયા ભટ્ટને ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. રણબીર કપૂરને ‘બ્રહ્માસ્ત્ર’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલમાં ‘કાંતારા’ ફેમ સાઉથ એક્ટર અને ડિરેક્ટર રિષભ શેટ્ટીએ પણ ભાગ લીધો હતો. આ પ્લેટફોર્મ પર તેમની ફિલ્મ ‘કંતારા’ માટે તેમને બેસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. થોડાં સમય પહેલાં આ માહિતી સામે આવી હતી કે તેને સન્માન મળશે.
વરુણ ધવનને ‘ભેડિયા’ માટે ક્રિટિક્સ બેસ્ટ એક્ટર એવોર્ડ આપવામાં આવ્યો હતો. અનુપમ ખેરને ‘કાશ્મીર ફાઇલ્સ’ માટે મોસ્ટ વર્સેટાઇલ એક્ટર પસંદ કરાયો છે. રેખાને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી. બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ ચોઇસમાં ‘જલસા’ માટે વિદ્યા બાલનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. બેસ્ટ સિનેમેટોગ્રાફર તરીકે ‘વિક્રમ વેધા’ માટે પીએસ વિનોદને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ANNOUNCEMENT:#TheKashmirFiles wins the ‘Best Film’ award at #DadaSahebPhalkeAwards2023.
“This award is dedicated to all the victims of terrorism and to all the people of India for your blessings.” pic.twitter.com/MdwikOiL44— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 21, 2023
વિવેક અગ્નિહોત્રીએ એવોર્ડ જનતાને ડેડિકેટ કર્યો
વિવેક અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં મોટી જીત મળી છે. વિવેક અગ્નિહોત્રીએ એવોર્ડ નાઇટનો ફોટો અને વીડિયો શેર કર્યો છે. આ એવોર્ડ તેમણે આતંકવાદના તમામ પીડિતો અને દેશની જનતાને ડેડિકેટ કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ ‘ ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમને અભિનંદન મળી રહ્યા છે. કાશ્મીરી પંડિતોના દર્દને વર્ણવતી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. તેનું ઇંડિયામાં લાઇફટાઇમ કલેક્શન 252.90 કરોડ રૂપિયા હતુ. વર્લ્ડ વાઇડ તેની કમાણી 340.92 કરોડ રૂપિયા હતી. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ 2022ની સેકન્ડ હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ હતી.
કોને મળ્યા કયા એવોર્ડ
- RRR: ફિલ્મ ઓફ ધ યર
- ધ કાશ્મીર ફાઇલ્સ: બેસ્ટ ફિલ્મ
- આલિયા ભટ્ટઃ બેસ્ટ એક્ટ્રેસ (ગંગુબાઇ કાઠિયાવાડી)
- રણબીર કપૂર: બેસ્ટ એક્ટર (બ્રહ્માસ્ત્ર-1)
- વરુણ ધવન: બેસ્ટ એક્ટર ક્રિટિક્સ (ભેડિયા)
- ઋષભ શેટ્ટી: બેસ્ટ પ્રોમિસિંગ એક્ટર (કાંતારા)
- અનુપમ ખેર: મોસ્ટ વર્સેટાઇલ એક્ટર (ધ કાશ્મીર ફાઇલ્સ)
- રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ: બેસ્ટ વેબ સીરીઝ
- અનુપમા: ટીવી સીરીઝ ઓફ ધ યર
- તેજસ્વી પ્રકાશ: બેસ્ટ ટીવી એક્ટ્રેસ (નાગિન 6)
- જૈન ઇમામઃ બેસ્ટ ટીવી એક્ટર (ફના-ઇશ્કમેં મરજાવાં)
આ પણ વાંચોઃ ક્રિકેટર પૃથ્વી શૉ વિરુદ્ધ નોંધાઈ FIR, સપના ગિલે લગાવ્યા આ આરોપો