ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

DA Increase: કેન્દ્ર સરકારના આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

  • દિવાળી પહેલા કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે DAમાં 4 ટકાના વધારાની જાહેરાત કરી હતી.
  • CPSEમાં કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હી, 25 નવેમ્બર: કેન્દ્ર સરકારે 6ઠ્ઠા અને 5મા પગાર પંચના પૂર્વ સુધારેલા પગાર ધોરણ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE)માં કામ કરતા આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. વધેલા DAને 1 જુલાઈ, 2023થી લાગુ ગણવામાં આવશે. આ કર્મચારીઓ લાંબા સમયથી સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે કેન્દ્ર સહિત ઘણા રાજ્યોએ દિવાળી પહેલા જ અન્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. ચાલો સમજીએ કે આ નિર્ણયથી કર્મચારીઓને કેટલો ફાયદો થશે.

DA મૂળ પગારના 230 ટકા હશે

નાણા મંત્રાલયના જાહેર સાહસ વિભાગે 16 નવેમ્બરે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આદેશ મુજબ 6ઠ્ઠા પગાર પંચના ગ્રેડ પે પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓને આનો લાભ મળશે. તેમનું DA મૂળ પગારના 230 ટકા હશે. અત્યાર સુધી તેમને 221 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું. આ નિર્ણય એવા કર્મચારીઓને લાગુ પડશે કે જેમના પગારમાં 14 ઓક્ટોબર, 2008ના રોજ જારી કરાયેલા આદેશ હેઠળ 1 જાન્યુઆરી, 2006થી અસરથી સુધારો કરવામાં આવ્યો હતો.

DA વધારા પછી કર્મચારીઓને કેટલો ફાયદો થશે ?

મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારના આધારે ગણવામાં આવે છે. આ સાથે 40 હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીના પગારમાં અંદાજે 7000 રૂપિયાનો વધારો થશે. આ નિર્ણયથી પેન્શન મેળવતા કર્મચારીઓને પણ ફાયદો થશે.

7મા પગાર પંચના કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે

દિવાળી પહેલા કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં 4 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમનું ડીએ 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યું છે. આ પછી ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ DAમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે છઠ્ઠા અને પાંચમા પગાર પંચ મુજબ પગાર અને પેન્શન લેતા કર્મચારીઓ હજુ સુધી નિરાશ હતા, પરંતુ એમને પણ હવે વેતનમાં પણ હવે વધારો કર્યો છે.

DA કેમ વધે છે?

DAમાં વધારો ફુગાવાની અસર ઘટાડવા માટે કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં, એમ વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે. કર્મચારીની પોસ્ટ ક્યાં છે તેના આધારે DAની ગણતરી કરવામાં આવે છે. આમાં તે જોવામાં આવે છે કે શું તે મોટા શહેર કે નાના શહેર અથવા ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટેડ છે. તેના આધારે મોંઘવારી ભથ્થું ઓછું કે વધારે હોઈ શકે છે.

આ પણ વાંચો: દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 5.08 અબજ ડોલરનો વધારો : આંક 595.40 અબજ ડોલર પર પહોંચ્યો

Back to top button