ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

હોળી પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આવી, મોંઘવારી ભથ્થામાં 12 ટકાનો વધારો, અહીંના કર્મચારીઓ માટે GOOD NEWS

Text To Speech

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2025: હોળીનો તહેવાર આવે તે પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12 ટકાનો વધારો કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક આદેશ જાહેર કરીને પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5માં પગારપંચ અંતર્ગત 12 ટકાનો વધારો કર્યો છે. જે 1 જૂલાઈ 2024થી લાગૂ થશે. સરકારી પ્રસ્તાવ અનુસાર ડીએને 443 ટકાથી સંશોધિત કરીને 455 ટકા કરી દેવામાં આવ્યું છે. તેની ચુકવણી 2025ની ફેબ્રુઆરીમાં આવતી સેલરી સાથે જોડી દેવામાં આવશે. તેમાં 1 જૂલાઈ 2024થી 31 જાન્યુઆરી 2025 સુધીનું બાકી પણ સામેલ છે.

17 લાખ કર્મચારીઓને મળશે લાભ

રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ડીએ વધારાથી લગભગ 17 લાખ કર્મચારીઓને લાભ મળે તેવી આશા છે. આદેશમાં કહેવાયું છે કે સંશોધિત મોંઘવારી ભથ્થા પર થનારો ખર્ચને સરકારી કર્મારીઓ માટે સંબંધિત વેતન અને ભથ્થામાં વહેંચવા માટે બજેટમાંથી જોગવાઈ પુરી કરવામાં આવશે.

કર્મચારીઓએ નિર્ણયનું સ્વાગત કર્યું

અહીં ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારી કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની માંગ કરી રહ્યા હતા. કર્મચારીઓની માંગ અને વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને, સરકારે ભથ્થામાં વધારો કરવાનું વિચાર્યું અને અંતે ડીએમાં 12 ટકાનો સીધો વધારો જાહેર કર્યો. રાજ્યના લાખો સરકારી કર્મચારીઓએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીને ખુશી વ્યક્ત કરી છે.

કેન્દ્ર સરકાર 8મા પગાર પંચને લાગુ કરવાની તૈયારી કરી રહી છે.

બીજી તરફ, કેન્દ્ર સરકાર પણ તેના કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લાગુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાનું છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે વિલંબ થઈ શકે છે. 8મા પગાર પંચના અમલ પછી, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ફાયદાની વાત: વર્ષમાં બે વાર યોજાશે CBSE ધોરણ 10ની પરીક્ષા, 2026થી લાગૂ થશે આ નિયમ

Back to top button