15 ઓગસ્ટઉત્તર ગુજરાતગુજરાત

ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 76 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

Text To Speech

પાલનપુર: ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 76 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એન. સી. સી ઇન્ચાર્જ પ્રોફેસર દિવ્યબેન પિલ્લાઈ ના માર્ગદર્શનમાં એન. સી. સી. કેડેટ્સ રાહુલ સોલંકી એ પરેડ કમાન્ડર તરીકે સુંદર કામગીરી કરી હતી. નિયામક છગનભાઇ પટેલે ધ્વજવંદન કરાવીને વિદ્યાર્થીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
હર-ઘર તિરંગા

કાર્યકારી આચાર્ય રાજુભાઇ રબારીએ પણ આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેનના માર્ગદર્શનમાં તૈયાર થયેલ વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ સંદર્ભે ગીત વક્તવ્ય તથા નાટક રજૂ કર્યા હતાં. સાંસ્કૃતિક સમિતિના કન્વીનર પ્રો. ક્રિષ્નાબેન ના માર્ગદર્શનમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીત અને નૃત્ય તેમજ હરઘર તિરંગા પર વકતૃત્વ રજૂ કરવામાં આવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ પર સમસ્ત કોલેજને સુંદર રીતે સજાવવામાં આવી હતી. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં થતા વૈવિધ્ય સભર ઉત્પાદનને રજૂ કરતી ભારતના નકશા વાળી રંગોળી, સ્વાતંત્ર્ય ચળવળને લગતાં પુસ્તકોનું પ્રદર્શન ,ગોલ્ડન ગાંધી , ભારતમાતા તથા તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રજૂ થયેલ કાર્યક્રમમાં એન.એસ.એસ. ના 9 અને સાંસ્કૃતિક ના 21 એમ કુલ 30 વિદ્યાર્થીઓએ વિવિધ ક્લાભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. જ્યારે ધ્વજવંદન તથા સમસ્ત કાર્યક્રમમાં કોલેજના સમગ્ર શૈક્ષણિક અને વહીવટી સ્ટાફની સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.

ઉજવણી
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી

 

Back to top button