ટોપ ન્યૂઝનેશનલ

D Company: ‘દાઉદનું ઠેકાણું જણાવો અને મેળવો 25 લાખનું રોકડ ઈનામ’, NIAની મોટી જાહેરાત

Text To Speech

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની ‘D’ કંપની ગેંગની લિંક્સ વિશે માહિતી આપવા માટે રોકડ ઈનામની જાહેરાત કરી છે. NIAએ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. NIA અનુસાર, દાઉદ ઈબ્રાહિમની ગેંગ ભારતમાં હથિયારો, વિસ્ફોટકો, દવાઓ અને નકલી ભારતીય ચલણી નોટો (FICN)ની દાણચોરી માટે અને આતંકવાદી હુમલા કરવા માટે પાકિસ્તાની એજન્સીઓ અને આતંકવાદી સંગઠનો સાથે મળીને એક યુનિટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

File Photo

દાઉદના સહયોગીઓ પર પણ ઈનામની જાહેરાત

તપાસ એજન્સીએ ઈબ્રાહિમના નજીકના શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ પર 20 લાખ રૂપિયા અને હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહીમ શેખ, જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના અને ઈબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રઝાક મેમણ ઉર્ફે ટાઈગર પર 15-15 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.

Dawood-Ibrahim-100291-BS
File Photo

આ તમામ પર 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપ

આ તમામ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી છે. અધિકારીએ કહ્યું કે, NIAએ તેના વિશે માહિતી માંગી છે જેના કારણે તેની ધરપકડ થઈ શકે છે. એજન્સીએ ફેબ્રુઆરીમાં ‘ડી કંપની’ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એનઆઈએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમ કાસકરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે, જે ડી-કંપની નામનું આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક ચલાવે છે, જેમાં અનીસ ઈબ્રાહીમ શેખ, છોટા શકીલ, જાવેદ ચિખના અને ટાઈગર મેમણ જેવા કેમના સહયોગીઓ સામેલ છે.

આ પણ વાંચો : મોંઘવારીએ તો હદ્દ કરી ! દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરાયો

Back to top button