ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદની આગાહી

Text To Speech
  • રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના
  • ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે
  • દાહોદ તથા અરવલ્લી, મહીસાગર, દીવમાં વરસાદની આગાહી

ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ તથા અરવલ્લી, મહીસાગર, દીવમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના

દમણ દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા પહેલાં બહુ વધારે વરસાદી ગતિવિધિ જોવા મળતી નથી. જોકે, આ વખતે બેથી ત્રણ સિસ્ટમ એક સાથે બનતા ગુજરાતમાં તેની અસર થશે અને તેના કારણે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સુધી વરસાદ આવી શકે છે.

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે

આજથી જ રાજ્યમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે, હાલ થનારા વરસાદને ચોમાસા પહેલાનો વરસાદ ગણવામાં આવે છે. જૂન મહિનાની પ્રથમ તારીખ બાદ થતાં વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે. પણ આ વખતે વરસાદ વહેલો શરૂ થયો છે. હવામાન વિભાગ મુજબ 13 મેના રોજ ઉપરોક્ત જિલ્લાઓની સાથે સુરત, ભરૂચ, વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ હવામાન પલટાશે અને વરસાદ પડશે. 14 અને 15મેના રોજ રાજ્યમાં સૌથી વધારે વરસાદી ગતિવિધિઓ જોવા મળશે અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે તથા વરસાદ પડશે.

Back to top button